Not Set/ રાજકોટમાં નોટબંધીનું ભૂત ધૂણ્યું, 500ના દરની 7200 જૂની ચલણી નોટો બદલાવા પહોંચેલા ત્રણ શખ્સો રંગે હાથ ઝડપાયા

વર્ષ 2016માં નવેમ્બર માસમાં મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી, રૂ500ની અને રૂ.1000ના દરની નોટો રદ કરાઈ હતી. ત્યારબાદ આ જૂની થયેલી નોટોને બદલાવવા અનેક તકો સરકારે

Top Stories Gujarat
rajkot

વર્ષ 2016માં નવેમ્બર માસમાં મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી, રૂ500ની અને રૂ.1000ના દરની નોટો રદ કરાઈ હતી. ત્યારબાદ આ જૂની થયેલી નોટોને બદલાવવા અનેક તકો સરકારે આપી. હવે આવી નોટો બદલવાની સ્કીમો બંધ કરી દેવાઈ છે. નોટબંધીના ચાર વર્ષ બાદ પણ હજુ જૂની નોટો પકડવામાં આવી રહી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરની આજી ડેમ ચોકડી નજીક રામપાર્ક પાસેથી જૂની રદ થયેલી રૂ.500ના દરની 7200 નોટો એટલે કે રૂ.36,00,000 ની નોટો કબ્જે કરી ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા.

COLD / ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે કાલથી રાજ્યમાં બે દિવસ કોલ્ડવે…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ ઝોન-1 ડીસીપી પ્રવિણ કુમાર મીણા, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વી.કે.ગઢવીએ પત્રકાર પરિષદ યોજી આ અંગેની માહિતી આપી હતી. જે મુજબ આજી ડેમ ચોકડી નજીક રામપાર્ક 3માં રહેતા મૂળ જસદણના હરેશ જેશંગભાઇ ચાવડા(ઉ.વ.43) ખેતીકામ કરે છે અને સાથે ડ્રાયવર તરીકે પણ કામ કરે છે. તેની પાસે રૂ.36 લાખની જૂની 500ની નોટો પડી હતી. આ વાત તેમણે ડીપ ઇરીગેશનનું કામ કરતા મૂળ ધોરાજીના અને હાલ વાવડીમાં રહેતા મેહુલ ઉર્ફે મૌલિક લાલજીભાઇ બાબરિયાને કરી હતી. મેહુલ કહ્યું હતું કે, મારી પાસે નોટો બદલી આપે તેવા કોન્ટેકટ છે. અને આરબીઆઈમાં સેટિંગ છે. આપણી નોટો બદલી જશે પણ મારું 10 ટકા કમિશન થશે.

Crime / અન્ય વર્ષની તુલનામાં 2020 માં સાયબર ક્રાઇમનાં કેસોમાં થયો ખૂ…

મેહુલે આપેલા વિશ્વાસ બાદ હરેશભાઈ ખુશ થઈ ગયા હતા અને ગઈકાલે જૂની 500 વાળી નોટોનો થેલો ભરી પોતાના પિતરાઇ ભાઇ દિલીપ બાઘાભાઇ ચાવડા(ઉ.વ.30, રહે, રામપાર્ક-3, આજીડેમ ચોકડી) સાથે ઘરેથી નીકળી આજીડેમ ચોકડી અને ગોંડલ ચોકડી વચ્ચે આવેલા બંસી કાટા પાસે પહોંચ્યા હતા.આ તરફ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા તેણે પણ વોચ ગોઠવી હતી. જેવો મેહુલ ઉર્ફે મૌલિક જૂની નોટો ભરેલો થેલો લેવા આવ્યો તેવા જ ત્રણેય આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા અને જૂની 500ની 7200 નોટો કબ્જે કરી હતી.પોલીસે રૂ.500ના દરની જૂની રદ થયેલી 7200 ચલણી નોટો કબ્જે કરી છે. આરોપીઓની કબૂલાત મુજબ હરેશભાઇ પાસે આ નોટો હતી. શું આ તમામ નોટો ખેતી-ડ્રાયવિંગ કરતા હરેશભાઈની છે કે, અન્ય કોઈએ તેમને બદલવા માટે આપું હતી? એ નોટો લઈ મેહુલ કોને પહોંચાડવાનો હતો. મેહુલ હરેશભાઈને કહ્યું હતું કે, તેનું ઉપર સુધી સેટિંગ છે. આ વાતમાં કેટલું તથ્ય છે. અને કોણ કોણ હજુ આ હેરાફેરીમાં સંડોવાયેલું છે. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Chilling cold / ઉત્તર ભારત હજુ પણ બનશે ઠંડુગાર, આ બાબતનું સેવન ન કરવા હવામાન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…