વાડ થઈ ચીભડાં ગળે/ ખાપટ ગામની પોસ્ટ ઓફિસના ખાતેદારોના લાખો રૂપિયા થઈ ગયા હવા, કોણ ખાઈ ગયું ?

ઘણા ખાતેદારોની પાસબુકમાં જે રકમ જમા બોલતી હોય તેટલી રકમ ખાતામાં ન હોવાનું બહાર આવતા આ કોંભાડ રૂ. ૬ લાખથી વધુ હોવાનું ખાતેદારોમાં આક્રોશ ફેલાયો હતો. અને આ અંગે ગામના સરપંચના પ્રતિનીધી કાનાભાઇને જાણ કરી હતી.

Top Stories Gujarat Others
Untitled.png1259 ખાપટ ગામની પોસ્ટ ઓફિસના ખાતેદારોના લાખો રૂપિયા થઈ ગયા હવા, કોણ ખાઈ ગયું ?
  • રૂ. ૨૫ લાખથી વધુનું કોંભાડ બહાર આવવાની ભીતી ઉચ્ચઅધિકારી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ…

ઊના તાલુકાના ખાપટ ગામના પોસ્ટ ઓફીસના બ્રાંન્ચ પોસ્ટ માસ્ટરે રૂ. ૬ લાખનો ગોટાળો કર્યો હોવાનું બહાર આવતા ખાતેદારો ચોકી ઉઠ્યા હતા. અને તાત્કાલીક ખાતદારો પોતાની રકમની તપાસ કરવા ગીરગઢડા પોસ્ટ ઓફીસે પોહચી ગયા હતા. ઘણા ખાતેદારોની પાસબુકમાં જે રકમ જમા બોલતી હોય તેટલી રકમ ખાતામાં ન હોવાનું બહાર આવતા આ કોંભાડ રૂ. ૬ લાખથી વધુ હોવાનું ખાતેદારોમાં આક્રોશ ફેલાયો હતો. અને આ અંગે ગામના સરપંચના પ્રતિનીધી કાનાભાઇને જાણ કરી હતી. તેમણે પોસ્ટ ઓફીસના અધિકારીને તાત્કાલીક ન્યાયીક તપાસ કરી પોસ્ટ માસ્ટર વિરૂધ્ધ પગલા ભરવા જણાવ્યુ હતું.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ખાપટ ગામના પોસ્ટ માસ્ટરે દિવ્યેશ થોભણ બારડ દ્વારા ખાતેદારોના ખાતામાંથી લાખો રૂ.ની રકમ ચાંઉ કરી ગયો હોવાનું કોંભાડ બહાર આવતા આજરોજ અસંખ્ય ખાતેદારો ગામમાં એકત્ર થયા હતા. અને પોસ્ટ ઓફીસના ઉચ્ચ અધિકારી પણ ખાપટ મુકામે પહોચી ગયા હતા. અને લોકોએ મહેનત મજુરી કરી એક એકપાઇની બચત કરી હોય તે રકમ પાસબુકમાં જમા બોલે છે. પરંતુ ખાતામાં જમા બોલતી ન હતી. જેને લઈ લોકોમાં આક્રોશ ચરમસીમાએ પહોચ્યો હતો.  અને વાતાવરણ ઉગ્ર ન બને તે માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોચી ગઇ હતી.

તેમ છતાં તપાસ અર્થે આવેલા અધિકારી લોકોના આક્રોશના ભોગ બન્યા હતા. જ્યારે તપાસનિશ અધિકારીએ જણાવ્યુ હતું કે,  ખાપટ ગામમાં એક અંદાજ મુજબ ૧૦૦૦ થી વધુ લોકોના ખાતા પો.ઓફીસમાંછે.  અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર દ્વારા કોંભાડ આચરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.  આ અંગેની તપાસ હાલ શરૂ કરવામાં આવી છે. અને તમામ ખાતેદારોની પાસબુક લેવામાં આવશે અને તેમના ખાતાની વિગત તપાસવામાં આવશે ત્યાર બાદ કેટલી રકમનું કોંભાડ કર્યુ છે તે બહાર આવશે પરંતુ પ્રાથમિક તપાસમાં આ કોંભાડ રૂ. ૨૦ થી ૨૫ લાખનું હોવાનું દેખાઇ આવે છે. ત્યારે તમામ ખાતેદારોની પાસબુક એકત્ર કરવામાં આવી હતી. અને હવે આગળની તપાસમાં શુ બહાર આવે તે તપાસ બાદ ખ્યાલ આવશે.

બીજી તરફ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર દ્વારા આ કોંભાડ સીફતાઇપૂર્વક આચરવામાં આવ્યુ હોવાનો પણ ગણગણાટ સાંભળવા મળ્યો હતો.  આ પોસ્ટ માસ્તર દિવ્યેશ થોભણ બારડે ગ્રામજનો અને ખાતેદારોને વિશ્વાસમાં લઈ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. આ સમગ્ર બાબતમાં ચોકાવનારી બાબત એ સામે આવી કે ખાપટ પોસ્ટ ઓફીસમાં ટપાલી તરીકે ફરજ બજાવતા લાલજીભાઇ કરશનભાઇ વાઢેરના ખાતા માંથી પણ રૂ. ૧૫ લાખનું ટ્રાન્ઝેક્શન કર્યુ હોવાનું બહાર આવ્યું હતું.  આ બાબતે ટપાલી લાલજીભાઇએ જણાવ્યુ હતું કે, મને મોબાઇલમાં ખબર પડતી ન હોય પોસ્ટ માસ્ટર મારી પાસેથી અવાર નવાર મારો મોબાઇલ ફોન માંગતા અને હું આપ તો મોબાઇલમાં તેમણે શું કર્યુ ના કર્યુ એ મને ખબર નથી મને તો ગીરગઢડા પોસ્ટ ઓફીસે ગયો ત્યારે સાહેબે કહ્યુ કે તમારા ખાતા માંથી રૂ. ૧૫ લાખની હેરાફેરી કરવામાં આવી છે. આમ હાલ તો ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ કોંભાડ ક્યા અટકશે તે તો તપાસના અંતે ખ્યાલ આવશે..

ત્રણ મહીનાના વિધવા સહાયના પૈસા મળ્યા નથી.
ખાપટ ગામે રહેતા વિધવા વાલીબેનના જણાવ્યા અનુસાર જેના વિધવા સહાયના પૈસા ખાતામાં જમા આવ્યા હતા.  જે પોસ્ટઓફીસના કર્મચારી દિવ્યેશભાઇ પાસે પૈસા લેવા ગયા ત્યારે તેમને જ્કહયું હતું કે, તમને પૈસા ઘરે આપી જઇશુ સહી કરી આપો.  જેથી સહી કરી પણ પૈસા આપ્યા નથી. ત્રણ ત્રણ મહીનાના પૈસા બાકી છે.

એક વ્યક્તિથી આટલુ બધો ફ્રોડ ન થઇ શકે…જયશ્રીબેન…
જયશ્રીબેન વાઢેરએ જણાવેલ કે પોસ્ટમાં પાંચ એકાઉન્ટ ધરાવીએ છીએ અમારા ગામની પોસ્ટ ઓફીસમાં દિવ્યેશભાઇ નામના વ્યક્તિ હતા તેમણે તમામના પૈસા ફ્રોડ કરેલ છે. જેથી પોસ્ટના અધિકારી પાસે ગયા તો કહેલ કે આ બધુ એક વર્ષથી ચાલે છે તો તપાસ અત્યાર સુધી કેમ ન થઇ. અમારા પૈસા બાબતે પુછીએ તો સંતોષકારક જવાબ મળ્યો નથી. અને વિધવા મહીલાઓના પણ પૈસા છે એકજ માંગ છે બધાના એક એક પૈસા મળી જાય અને મને એવી શંકા છેકે આમા બધા સામેલ હોય એક વ્યક્તિથી આટલુ બધો ફ્રોડ ન થઇ શકે…

પોસ્ટ ખાતામાંથી રૂ. ૨ લાખ ઉપડી ગયા છે.
દેવાભાઇ રાઠોડએ જણાવેલ કે પોસ્ટમાં મારા પૈસા રૂ. ૨ લાખ ઉપડી ગયા છે. આથી આ પૈસા ક્યા ગયા એ બાબતે પોસ્ટને જાણ કરતા ત્યાથી જવાબ મળેલ કે અમને આમા કોઇ જાતની ખબર નથી તો આ પૈસા ક્યા ગયા આથી આ અમારા પૈસા પરત આપવામાં આવે તેવી માંગ કરેલ છે.

મારા પોસ્ટ ખાતામાં રૂ. ૧ લાખ ૧૭ હજાર હતા. અત્યારે રૂ. ૯૯૬ જ છે….ભીમાભાઇ સાંખટ
ભીમાભાઇ સાંખટ મૂળ ખાપટના હાલ સુરત રહુ છું મને સાહેબનો ફોન આવેલો કે તમારી પાસબુક લેવા આવ્યા છીએ તો મે કહ્યું પાસ બુક સુરત છે જેથી તાત્કાલીક ઉના આવ્યા હતા. અને પહેલા અમારા ખાતામાં રૂ. ૧ લાખ ૧૭ હજાર હતા. જે અત્યારે ખાતામાં ચેક કરાવતા રૂ. ૯૯૬ જ છે. આ બાબતે પોસ્ટ ઓફીસના નાનજીભાઇ સોલંકીને બીજા ખાતામાં ચેક કરવાનું કિધુ તો કહેલ કે અમે અત્યારે કહી શક્યે નહી તો ખાતામાં પૈસા ઉપડી ગયા તે અંગે પુછતા પાસબુક અહીં મુકતા જાવ. અમે પાસબુકની ના પાડી તો કહેલ કે કાઇપણ થાય તો અમારી કોઇ જવાબદારી નહીં તેવા ઉડાવ જવાબ આપ્યો હતો.

શારદીય નવરાત્રી 2022 / નવરાત્રિ ઉત્સવ ક્યારે શરૂ થશે, દેવી કયા વાહન પર આવશે?