Healthy Food/ દાડમ ખાઓ, સ્વસ્થ રહો, આ છે દાડમના ફાયદા

દાડમનું દરરોજ સેવન કરવાથી લોહીની ઉણપ નહી થાય.ખાંસીમાં દાડમની છાલ ચુસીને ખાવાથી રાહત મળશે

Health & Fitness
e0aaa6e0aabee0aaa1e0aaae e0aa96e0aabee0aa93 e0aab8e0ab8de0aab5e0aab8e0ab8de0aaa5 e0aab0e0aab9e0ab8b e0aa86 e0aa9be0ab87 e0aaa6e0aabe દાડમ ખાઓ, સ્વસ્થ રહો, આ છે દાડમના ફાયદા

દાડમ ખાવા અને દાડમનું જ્યુસ પીવાથી ઘણાં લાભ મળે છે. દાડમમાં ફાઇબર.વિટામીન કે, સી અને બી, આયરન, પોટેશિયમ, ઝિંક જેવા તત્વો રહેલાં છે. દાડમનું દરરોજ સેવન કરવાથી લોહીની ઉણપ નહી થાય.ખાંસીમાં દાડમની છાલ ચુસીને ખાવાથી રાહત મળશે.

-અપચાની સમસ્યાથી પરેશાન હોવ તો દાડમના ચાર ચમચી રસમાં થોડું શેકેલા જીરાનો પાવડર મિક્સ કરીને લેવાથી રાહત મળશે.

-કબજિયાતથી મુક્તિ મેળવવા ઇચ્છતાં હોય તો દાડમના દાણા ચાવીને ખાઓ.

-ભૂખ ઓછી લાગતી હોય તો દાડમના દાણા ચુસીને ખાઓ.

 

-તાવમાં વારંવાર તરસ લાગે તો દાડમના દાણાનો રસ પીવાથી લાભ થશે.

-દાંતના પેઢાની તકલીફથી પરેશાન હોવ તો દાડમની છાલને સૂકવીને તેનો પાવડર બનાવી લોઅને તેનાથી દાંત સાફ કરો. તેનાથી દાંત ચમકશે અને પેઢા મજબૂત બનશે.

-ટાઇફોઇડથી પિડીત વ્યક્તિએ દાડમના પાનનો ઉકાળો બનાવી તેમાં સંચળ મિક્સ કરીને પીવાથી લાભ થાય છે.

-હથેળી અને પગના તળિયામાં બળતરાં થતી હોય તો દાડમના પાનને પીસીને લગાવવાથી રાહત થશે.