Not Set/ ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ

હળદર નું નિયમિત સેવન કરવાથી મોટા ભાગ ની બીમારીઓ થવાની શક્યતા નહિવત્ થઈ જાય છે. આયુર્વેદ માં હળદર ને એક શ્રેષ્ઠ ઔષધ તરીકે માનવામાં આવે છે. હળદર સ્વાસ્થય ની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે. હળદર ના ફાયદા ૧. સાંધાના દુખાવા માં અકસીર : જે લોકો સાંધા ના દુખાવા થી પીડાતા હોય તેમને હળદર નું નિયમિત […]

Health & Fitness Lifestyle
EP 18 Turmeric ચપટી હળદરથી આ રીતે કરો ડાયાબીટીસથી લઈ સાંધાના દુખાવાનો ઈલાજ

હળદર નું નિયમિત સેવન કરવાથી મોટા ભાગ ની બીમારીઓ થવાની શક્યતા નહિવત્ થઈ જાય છે. આયુર્વેદ માં હળદર ને એક શ્રેષ્ઠ ઔષધ તરીકે માનવામાં આવે છે. હળદર સ્વાસ્થય ની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે.

હળદર ના ફાયદા

૧. સાંધાના દુખાવા માં અકસીર :
જે લોકો સાંધા ના દુખાવા થી પીડાતા હોય તેમને હળદર નું નિયમિત સેવન કરવું જોઇએ તેમાં રહેલી એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી દુખાવા માં તથા સોજા ઓછા કરવા માં મદદરૂપ છે.

૨. પાચન માં મદદરૂપ :
હળદર ની કાચી લેવામાં આવે તો તે પાચન માં સહાય કરે છે , ગેસ , અપચા તથા પેટ નુ ફૂલી જવું તેવી તકલીફો માં પણ રાહત આપે છે.

૩. ડાયાબીટીસ ની સારવાર માં મદદરૂપ:
હળદર ઇન્સ્યુલીન ની માત્રા ને ઘટાડે છે. અને તેની સારવાર માં મદદરૂપ બને છે.

૪. રોગપ્રતિકારકશક્તિ વધારે છે.
હળદર માં આવેલી એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ , એન્ટી ઇન્ફ્લામેટરી જેવી પ્રોપર્ટી રહેલી છે જે આપણી રોગપ્રતિકારકશક્તિ વધારે છે. એક નાની ચમચી હળદર ને એક ગ્લાસ હુંફાળા દૂધ માં ઉમેરી લેવાથી શરદી તથા વિવિધ ઇન્ફેક્શન થી આપણે બચી શકીએ છીએ.

૫. હાનિકારક તત્વો ને શરીર માંથી દૂર કરે છે.
શરીર માં પેદા થતાં હાનિકારક તત્વો ને શરીર માંથી બહાર કાઢવા માં અને લોહી નું પરિભ્રમણ સુધારી યકૃત ને મદદરૂપ થાય છે.

૬. પોષક તત્વો
હળદર માં પ્રોટીન, ડાયટરી ફાઈબર , નિયાસિન, વિટામિન સી, ઈ, કે, પોટેશિયમ, કોપર, આર્યન, મેગ્નેશિયમ, અને ઝિંક જેવા પોષક તત્વો આવેલા હોય છે. જે આપણને સ્વસ્થ રહેવામાં મદદ રૂપ છે.

૭. હળદર એન્ટી સેપ્ટિક પણ છે.
શરીર માં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘાાં માં ભરી દેવાથી વાગેલો ઘા રૂ ઝાઇ જાય છે. માંદગી અડતી નથી. હળદર થી રક્ત પણ શુદ્ધ થાય છે.

૮. મેદસ્વિતા પણું
હળદર માં આવેલી એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ ના લીધે તે શરીર ના અંદર ના સોજા ને દૂર કરે છે. મેદસ્વિતા થી પીડાતા હો તો પણ હળદર મેદસ્વિતા પણું ઘટાડવામાં ઉપયોગી છે.

૯.વિવિધ રોગો માં લાભદાયી :
સવારે ખાલી પેટે એક નાની ચમચી ( ૩ ગ્રામ) હળદર ની ફાકી લેવાથી લોહી પાતળું રહે છે. ગેસ ની સમસ્યા દૂર થાય છે. કોલેસ્ટેરોલ નિયંત્રણ માં રહે છે. સાંધા ના દુખાવામાં ઝડપી રાહત મળે છે. શરદી ઉધરસ ની સમસ્યા માં પણ રાહત મળે છે.

૧૦. હળદર માં રહેલા એન્ટી ઓક્સિડન્ટ ગુણ ના લીધે તે ત્વચા ની સુંદરતા વધારે છે.
આંખ ની આસપાસ ના કાળા કુંડાળા ને દૂર કરે છે. ખીલ ની સમસ્યા ને દૂર કરે છે. ખરજવું અને સોરિયાસિસ ની તકલીફો માં પણ રાહત આપે છે.

હળદર ને વિવિધ વાનગીઓ માં ઉમેરી ને લઇ શકાય છે. રોજિંદા ભોજન ઉપરાંત હુફાળા દૂધમાં, સમૂધિસ , સૂપ, માં ઉમેરી ને તથા હળદર વાળી ચા પણ લઇ શકાય છે.

ગુણકારી એવી હળદર ની પ્રકૃતિ ગરમ હોય છે માટે જ તેને પ્રમાણસર લેવી , ક્યારેક તેની વધુ પડતી માત્રા પિત્ત પ્રકૃતિવાળી વ્યક્તિઓ માટે હાનિકારક બની રહે છે અને ઉલ્ટી, ઊબકા, કે કેટલીક પેટ ની સમસ્યા ઓ પણ કરી શકે છે.

હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની

આ પણ વાંચો-  રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો-   ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો-  માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો-   રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા

આ પણ વાંચો-  લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ

આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ

આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…