Not Set/ પ.બંગાળ : ભાજપ નેતાનાં દિકરાની લાશ ઝાડ પર લટકતી મળી, તૃણમૂલ કોંગ્રેસને ગણી જવાબદાર

રવિવારે સવારે પશ્ચિમ બંગાળનાં પશ્ચિમ મેદિનીપુર જિલ્લાનાં પિંગલા વિસ્તારમાં એક ભાજપ નેતાનાં પુત્રની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી જે પછી અહી તણાવનો માહોલ ફેલાઇ ગયો છે. ભાજપનાં સમર્થકોએ પિન્ટુ માન્ના (19) નામનાં યુવાકની હત્યા માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરવીને આંદોલન શરૂ કર્યું છે. પાર્ટીનો આરોપ છે કે હત્યા બાદ પિન્ટુનાં મૃતદેહને આપઘાતનું સ્વરૂપ […]

India
BJP hand પ.બંગાળ : ભાજપ નેતાનાં દિકરાની લાશ ઝાડ પર લટકતી મળી, તૃણમૂલ કોંગ્રેસને ગણી જવાબદાર

રવિવારે સવારે પશ્ચિમ બંગાળનાં પશ્ચિમ મેદિનીપુર જિલ્લાનાં પિંગલા વિસ્તારમાં એક ભાજપ નેતાનાં પુત્રની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી જે પછી અહી તણાવનો માહોલ ફેલાઇ ગયો છે. ભાજપનાં સમર્થકોએ પિન્ટુ માન્ના (19) નામનાં યુવાકની હત્યા માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરવીને આંદોલન શરૂ કર્યું છે.

પાર્ટીનો આરોપ છે કે હત્યા બાદ પિન્ટુનાં મૃતદેહને આપઘાતનું સ્વરૂપ આપવા ઝાડ પર લટકાવવામાં આવ્યું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં પાંચ લોકોની સાથે પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.

ભાજપનાં ઘાટલ શાખાનાં પ્રમુખ અંતરા ભટ્ટાચાર્યે કહ્યું હતું કે, તૃણમૂલ કોંગ્રેસનાં કાર્યકરોની હત્યામાં સંડોવણી હોવાની પૂરી શંકા છે. પરંતુ તૃણમૂલ કોંગ્રેસે આ આરોપને નકારી કાઠ્યો અને ભાજપ પર આ ઘટનાનું રાજકીયકરણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. પોલીસે જણાવ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી પાંચ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.

દેશમાં જ્યારે લોકોએ જ કાયદાનું ભંગ કરવાનુ શરૂ કરી દીધુ છે ત્યારે હવે તેનુ પરિણામ પણ ધીમે ધીમે સામે આવી રહ્યુ છે. અવાર-નવાર બનતી મોબ લિન્ચિંગમાં સરકારનું ઠીલુ વલણ પણ કઇક હદ સુધી આ ઘટના બની તે પાછળ જવાબદાર છે. દેશમાં કાયદાને હાથમાં લેતી એક ભીડ ફરી રહી છે જે તેને ખોટુ કે ખરાબ લાગે તેને ત્યા જ સજા આપવા ઉતારુ થઇ ગઇ છે. ત્યારે હવે જોવાનુ રહેશે કે આ ઘટના બાદ સરકાર દ્વારા શું કોઇ ખાસ પગલા લેવામાં આવશે, જો લેવામાં આવશે તો તેમાં જમીની ધોરણે દોષીઓ સામે કાર્યવાહી થશે ખરા, જોવુ રહ્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.