બંધનું એલાન/ ભાજપના નેતાની હત્યાના વિરોધમાં આજે બંગાળના આ શહેરમાં બંધનું એલાન..જાણો

ભાજપના યુવા પાંખના નેતા મિથુન ઘોષની રવિવારે પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરના ઇથરમાં હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી.

India
1233 ભાજપના નેતાની હત્યાના વિરોધમાં આજે બંગાળના આ શહેરમાં બંધનું એલાન..જાણો

ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના જિલ્લા ઉપપ્રમુખ મિથુન ઘોષની હત્યાના વિરોધમાં પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે ઉત્તર દિનાજપુરમાં આજે (19 ઓક્ટોબર) સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી હડતાલનું એલાન કર્યું છે.

ભાજપના યુવા પાંખના નેતા મિથુન ઘોષની રવિવારે પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરના ઇથરમાં હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. 37 વર્ષીય ઘોષની તેમના ઘરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. બંગાળ ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ હત્યા માટે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ગણાવી છે.

સોમવારે એક ટ્વિટમાં સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે ભાજપ યુવા મોરચાના નેતા મિથુન ઘોષની ઇટાહરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા પાછળ TMC નો હાથ છે. તેમણે આગળ લખ્યું છે કે લોહીના તરસ્યા અસામાજિક શિકારીઓ જેમણે આ ઘટના તેમના માલિકના આદેશ પર અંજામ આપ્યો, તેમની સામે યોગ્ય સમયે કાર્યવાહી કરવામાં આવશે.