Karntaka/ બેંગલુરુ શહેરમાં ઉનાળા પહેલા પાણીની સમસ્યાથી બબાલ, પાણીના દુરુઉપયોગ પર દંડ વસૂલવાનો તંત્રનો કડક આદેશ

બેંગલુરુ શહેરમાં ઉનાળા પહેલા જ તંત્ર દ્વારા પાણીના ઉપયોગને લઈને કડક આદેશ આપવામાં આવ્યા છે. બેંગલુરુ શહેર અત્યારે પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે.

Top Stories India
YouTube Thumbnail 2024 03 08T151358.755 બેંગલુરુ શહેરમાં ઉનાળા પહેલા પાણીની સમસ્યાથી બબાલ, પાણીના દુરુઉપયોગ પર દંડ વસૂલવાનો તંત્રનો કડક આદેશ

કર્ણાટક : બેંગલુરુ શહેરમાં ઉનાળા પહેલા જ તંત્ર દ્વારા પાણીના ઉપયોગને લઈને કડક આદેશ આપવામાં આવ્યા છે. બેંગલુરુ શહેર અત્યારે પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે. હજુ અનેક સ્થાનો પર બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં કાળઝાળ ગરમીના સંકેતો મળી રહ્યા છે. તેવામાં શહેરમાં પાણીનો બગાડ ના થાય માટે તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં આવ્યા.

ઉનાળા પહેલા જ પાણીની કટોકટીનો સામનો કરી રહેલા કર્ણાટકના બેંગલુરુ શહેરમાં નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, જો કોઈ બેંગલુરુમાં કાર ધોતો, બાગકામ, બાંધકામ, રસ્તાઓનું નિર્માણ અને જાળવણી કરતો અથવા પાણીના ફુવારાનો ઉપયોગ કરતો જોવા મળે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી હેઠળ, આદેશનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિએ 5,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

હકીકતમાં, પાણીની અછત હોવા છતાં, બેંગલુરુની કેટલીક હાઉસિંગ સોસાયટીઓમાં પાણીના દુરુપયોગના કિસ્સા નોંધાયા હતા. ત્યારબાદ ત્યાંના રહેવાસીઓને 5,000 રૂપિયાનો દંડ ફટકારતી નોટિસ આપવામાં આવ્યો હતો. જેના બાદ પાણીનો વધુ બગાજના થાય માટે આ અંગે આદેશ જારી કરવામાં આવ્યો છે. કર્ણાટક વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડે પોતાના આદેશમાં 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

જણાવી દઈએ કે હાઈટેક સિટી બેંગલુરુ આ દિવસોમાં જળ સંકટનો સામનો કરી રહ્યું છે. સ્થિતિ એવી છે કે મુખ્યમંત્રી આવાસમાં પણ પાણીની તંગીનો મામલો સામે આવ્યો છે. 5મી ફેબ્રુઆરીએ અહીં પાણીના ટેન્કરો આવતા-જતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત લાખો લોકો પાણીના દરેક ટીપા પર નિર્ભર છે. સોસાયટીઓ અને કોલોનીઓમાં પાણીની ભારે તંગી છે. ટેન્કરથી પાણી મંગાવવામાં આવી રહ્યું છે. આમ છતાં પાણીની તંગી પૂરી થતી નથી.

મહત્વનું છે કે પાણી ફક્ત બેંગલુરુ શહેર નહિ પરંતુ ધરતીની પ્રથમ જરૂરિયાત કહી શકાય. હવા અને પાણી વગર જીવનની કલ્પના અસંભવ કહી શકાય. અત્યારે દેશ અને દુનિયાના વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. એવી આગાહીઓ પણ કરવામાં આવી છે કે આગામી સમયમાં પાણીને લઈને યુદ્ધ થશે. પાણી એક જીવનજરૂરી વસ્તુ હોવાથી લોકો તેના દુરુપયોગ થવા પર બેંગલુરુ શહેરમાં દંડ વસૂલવાનો તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ પ્રકારની પહેલ દેશના અન્ય સ્થાનો પર પણ શરૂ કરવી જોઈએ. જેથી લોકો પાણીના જરૂરિયાતનું મૂલ્ય સમજે અને તેનો જરૂર પૂરતો ઉપયોગ કરવાનું અમલમાં મૂકવાની શરૂઆત કરે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃInfosys Foundation-Sudhay Murty/પ્રખ્યાત લેખિકા સુધા મૂર્તિ રાજ્યસભા માટે નામાંકિત, મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ