child abuse/ બાળકને વાળ કપાવવા મોકલતા સાવધાની રાખો, સુરતમાં સલૂનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ

સુરતમાં દસ વર્ષનો બાળક સલૂનમાં વાળ કપાવવો ગયો હતો ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ થયો છે.

Gujarat
Child abuse Graffic બાળકને વાળ કપાવવા મોકલતા સાવધાની રાખો, સુરતમાં સલૂનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ

સુરતઃ બાળકના વાળ કપાવવા Child Abuse સામાન્ય ઘટના લાગે છે. તેના લીધે ઘણા માબાપ બાળકને કહી દેતા હોય છે બાજુમાં જ સલૂન છેને વાળ કપાવી આવ. આ એકદમ સામાન્ય લાગે છે. પણ હવે આ સામાન્ય લાગતી બાબતે પણ ચેતવવા જેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં દસ વર્ષનો બાળક સલૂનમાં વાળ કપાવવો ગયો હતો ત્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ થયો છે.

સુરતના ઉતરાણ વિસ્તારમાં આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. દસ વર્ષનો બાળક સલૂનમાં વાળ કપાવવા ગયો ત્યારે તેને કલ્પના પણ ન હતી કે તેની સાથે શું થઈ શકે છે. આ સાથે Child Abuse સલૂનમાં કામ કરતાં યુવકે તરૂણ સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કરતાં કિશોર હેબતાઈ ગયો હતો અને તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. આ બાળક માંડ-માંડ તેના સકંજામાંથી બચીને નીકળ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સહજાનંદ હાઇટ્સનીસ મે હેર સલૂનમાં રાજેશ કુમાર ઉર્ફે રાજુ ડાલચંદ સિક્કાવાલા નામના 24 વર્ષીય શખ્સે આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો Child Abuse પ્રયત્ન કર્યાની વાત આવી છે. આઠમી સપ્ટેમ્બરના રોજ તરુણ વાળ કપાવવા માટે આરોપીની દુકાને ગયો હતો. આ દરમિયાન રાજકુમાર તેમને વાળ ધોઈ આપીને અને હેર સ્ટાઇલ કરી દેવાના બ્હાને તેને બાથરૂમમાં બોલાવ્યો હતો.

બાળક બાથરૂમમાં આવતા આરોપીએ તેનું પોત પ્રકાશ્યું હતું. તેની સાથે પહેલા તો મીઠી-મીઠી વાતો કરી હતી. પછી તરુણના કપડા કાઢવા માંડ્યો હતો. તેના પગલે તરુણ ભડક્યો હતો. તેને અજુગતું લાગ્યું હતું અને બૂમાબૂમ કરી મૂકી હતી. તેના પછી ગભરાયેલા આરોપીએ તેની પક્કડ ઢીલી કરતાં તરુણ તેના હાથમાંથી બચી નીકલ્યો હતો. તરુણે ઘરે પહોંચીને પિતાને Child Abuse સમગ્ર હકીકત જણાવતા કુટુંબીજનોએ ઉતરાણ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ આ પ્રકારની ફરિયાદના પગલે આંચકો પામી હતી. પોલીસે આરોપી રાજકુમાર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃG20 India/ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના સુખદ રોડમેપની આશા સાથે જી-20ના સમાપનની જાહેરાત

આ પણ વાંચોઃ G20 Summit/ બ્રિટન ગ્રીન ક્લાઈમેટ ફંડને $2 બિલિયન આપશે, વડાપ્રધાન સુનકે G20 સમિટમાં કરી જાહેરાત

આ પણ વાંચોઃ  Rajkot/ ‘મંદિરોમાંથી દેવી-દેવતાઓને કાઢવાના છે’, સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ ઝેર ઓંક્યું, જુઓ Video

આ પણ વાંચોઃ G20 Summit 2023/ G20 નેતાઓએ રાજઘાટ પર 1 મિનિટનું મૌન પાળીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી, PM મોદી પણ હાજર હતા.

આ પણ વાંચોઃ Morocco Earthquake/ મોરોક્કોમાં ધરતીકંપને કારણે ભારે વિનાશ, અત્યાર સુધીમાં 2000 થી વધુ લોકોના મોત