અવસાન/ ભારત-પાકિસ્તાન યુદ્ધના અસલી હીરો ભૈરો સિંહનું નિધન, સતત સાત કલાક ફાયરિંગ કરીને 25 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના અસલી હીરો ભૈરો સિંહ રાઠોડનું સોમવારે નિધન થયું છે. 81 વર્ષીય ભૈરો સિંહ 14 ડિસેમ્બરથી જોધપુરની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા

Top Stories India Trending
Bhairo Singh

Bhairo Singh :  1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના અસલી હીરો ભૈરો સિંહ રાઠોડનું સોમવારે નિધન થયું છે. 81 વર્ષીય ભૈરો સિંહ 14 ડિસેમ્બરથી જોધપુરની AIIMS હોસ્પિટલમાં દાખલ હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સારવાર દરમિયાન સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ એ જ ભૈરો સિંહ છે કે જેમમે પાકિસ્તાનના છક્કા છોડાવ્યા હતા. જે.પી દત્તાએ બોર્ડર ફિલ્મ બનાવી હતી જેમાં સુનીલ શેટ્ટીએ જે રોલ ભજવ્યો હતો તે ભૈરો સિંહનું દષ્ટ્રાંત હતું તેમના જીવન પરથી આ રોલ લખવામાં આવ્યો હતો.

ભૈરો સિંહ મૂળ જોધપુર જિલ્લાના શેરગઢ તાલુકાના સોલંકિયાતલા ગામનો રહેવાસી હતો. પુત્ર સવાઈ સિંહે જણાવ્યું કે બ્રેઈન સ્ટ્રોકના કારણે તે શ્વાસ લઈ શકતા ન હતા. આ પછી તેમના શરીરમાં કોઈ હલચલ જણાતી ન હતી,જેના લીધે સત્વરે  AIIMSના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા  પરંતુ સારવાર દરમિયાન સોમવારે બપોરે તેનું મોત નીપજ્યું હતું.

 

3 1 3 ભારત-પાકિસ્તાન યુદ્ધના અસલી હીરો ભૈરો સિંહનું નિધન, સતત સાત કલાક ફાયરિંગ કરીને 25 પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા

અહીં ભૈરો સિંહના મોતની માહિતી મળતાં જ બીએસએફના ડીઆઈજી સંજય યાદવ પણ એઈમ્સ પહોંચ્યા હતા. અહીંથી મૃતદેહને અંતિમ દર્શન માટે મંડોર ખાતે બીએસએફ હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યા છે. અહીંથી મંગળવારે સવારે મૃતદેહને ગામમાં લાવવામાં આવશે, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

16 ડિસેમ્બરે ભારત-પાકિસ્તાન યુદ્ધના 51 વર્ષ પૂર્ણ થયા હતા,એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને યાદ કર્યા હતા અને  પરિવાર સાથે વાત કરી અને ભૈરો સિંહના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં દુશ્મનોના દાંત ખાટા કરનાર ભૈરો સિંહને 1972માં સેના મેડલ મળ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગયા વર્ષે ડિસેમ્બરમાં જેસલમેરમાં રાઠોડને મળ્યા હતા. તે સમયે તે બીએસએફના રાઇઝિંગ ડેની ઉજવણી માટે સરહદી શહેરમાં ગયો હતો. ભૈરો સિંહ 1987માં BSFમાંથી નિવૃત્ત થયા હતા.

ભૈરોન સિંહ થાર રણમાં લોંગેવાલા ચોકી પર તૈનાત હતા, તેમણે બીએસએફની નાની ટુકડીને કમાન્ડ કરી હતી. તેમની સાથે સેનાની 23 પંજાબ રેજિમેન્ટની એક કંપની પણ હતી. આ સૈનિકોએ 5 ડિસેમ્બર, 1971ના રોજ આ જગ્યાએ પાકિસ્તાની બ્રિગેડ અને ટેન્ક રેજિમેન્ટને નષ્ટ કરી દીધી હતી.

BSFના રેકોર્ડ મુજબ 1971ના યુદ્ધમાં પંજાબ રેજિમેન્ટના 23 જવાનોમાંથી એક શહીદ થયા હતા. આ દરમિયાન લાન્સ નાઈક ભૈરો સિંહે પોતાની લાઇટ મશીનગન ઉપાડી લીધી. આ પછી, તેણે આગળ વધતા દુશ્મન પર હુમલો કર્યો અને તેની કમર તોડી નાખી. બીએસએફના અધિકૃત રેકોર્ડમાં જણાવ્યા મુજબ, કરો અથવા મરવાની તેમની હિંમત અને નિશ્ચય જ તે દિવસે વિજય તરફ દોરી ગયો. ભૈરોન સિંહ પોસ્ટ પર તેમના અન્ય સાથીઓ માટે પ્રેરણા બની ગયા.

ભૈરો સિંહે પોતાની બહાદુરી વિશે ઘણી વખત જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભૈરો સિંહે કહ્યું હતું કે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું હતું. તે સમયે બીએસએફની 14 બટાલિયનની ડી કંપની ત્રીજી પ્લાટૂન લોંગેવાલા ખાતે તૈનાત હતી. મેજર કુલદીપ સિંહ ચાંદપુરીના નેતૃત્વમાં આર્મીની 23 પંજાબની એક કંપનીએ લોંગેવાલાની જવાબદારી સંભાળી હતી.

બોર્ડર પોસ્ટથી લગભગ 16 કિમી દૂર હતું. બીએસએફની અમારી કંપનીને બીજી પોસ્ટ પર મોકલવામાં આવી હતી. મને પંજાબ બટાલિયનના માર્ગદર્શક તરીકે લોંગેવાલા પોસ્ટ પર પોસ્ટિંગનો ઓર્ડર મળ્યો. સૈન્યને પેટ્રોલિંગ દરમિયાન વિસ્તાર બતાવવામાં આવ્યો હતો.મધ્યરાતે પાકિસ્તાની સૈનિકો પોસ્ટ તરફ આગળ વધી રહ્યા હોવાનો સંદેશ મળ્યો હતો. તેમની પાસે મોટી સંખ્યામાં ટેન્ક પણ હતી. ભારતીય સેનાએ એર સ્ટ્રાઈક માટે એરફોર્સની મદદ માંગી હતી, પરંતુ રાત્રિના કારણે મદદ મળી શકી ન હતી. આટલું કરવા છતાં હિંમત હારી નહીં. ભૈરો સિંહે એલએમજી ગન વડે 7 કલાક સુધી સતત ગોળીબાર કર્યો અને પાકિસ્તાની સેનાનો મોરચો સંભાળી લીધો. તેમણે એકલા હાથે 25 થી વધુ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા.

Devendra Fadanvis/મહારાષ્ટ્રમાં CM તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ઉભરવું એ સંયોગ કે પ્રયોગ?