Not Set/ video: રાજ્યમાં ઠેરઠેર કોંગ્રેસ દ્વારા બંધનું એલાન

અમદાવાદ, કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયુ છે. ત્યારે સુરતમાં કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરાઇ હતી..ભારત બંધ ના એલાનના કારણે બંધ કરાવવા નીકળેલ કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે ઇડરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલના ભાવ વધારાના મુદ્દાને લઇ બજાર બંધ કરાવ્યુ. વેપારીઓ કોંગ્રેસના સમર્થનમાં જોડાયા હતા. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે વડોદરામાં કોંગ્રેસ […]

Top Stories Gujarat Videos
mantavya news 17 video: રાજ્યમાં ઠેરઠેર કોંગ્રેસ દ્વારા બંધનું એલાન

અમદાવાદ,

કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયુ છે. ત્યારે સુરતમાં કોંગ્રેસ કાર્યકરોની ધરપકડ કરાઇ હતી..ભારત બંધ ના એલાનના કારણે બંધ કરાવવા નીકળેલ કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે ઇડરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલના ભાવ વધારાના મુદ્દાને લઇ બજાર બંધ કરાવ્યુ.

વેપારીઓ કોંગ્રેસના સમર્થનમાં જોડાયા હતા. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે વડોદરામાં કોંગ્રેસ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરાયો હતો. સમા અભિલાષા ચાર રસ્તા પાસે ચક્કાજામ કરાયુ.

ચક્કાજામને પગલે રાહદારીઓ અટવાયા હતા કોંગી કાર્યકરોએ રોડ પર ટાયરો સળગાવ્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ સાંભળવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રદેશ મહામંત્રી સહિત મહિલા નગરસેવીકોની અટકાયત કરી હતી. ત્યારે વડોદરા સહિત પાટણમાં પણ કોંગ્રેસ કાર્યકરો દ્વારા બંધ પાળવામાં આવ્યુ..કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.