ઉત્પાદન/ ભારત બાયોટેકની જાહેરાત ગુજરાતમાં કોવેક્સિનની 20 કરોડ ડોઝ ઉત્પાદન થશે

વેક્સિનનું ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવશે.

India
મદનોંગલ ભારત બાયોટેકની જાહેરાત ગુજરાતમાં કોવેક્સિનની 20 કરોડ ડોઝ ઉત્પાદન થશે

ભારતમાં કોરોના મહામારીના લીધે દેશમાં વેક્સિનની અછત વર્તાઇ રહી છે ત્યારે વેક્સિન બનાવતી કંપની બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં ચિરોન બેહેરિંગ વેક્સિન સહયોગી કંપનીમાં 20 કરોડ ડોઝ ઉત્પાદન કરવાની જાહેરાત કરી છે. ભારત બાયોટેકે તેના નિવેદનમાં કહ્યું હતું કે ગુજરાતના પ્લાન્ટમાં એક વર્ષની અંદર 20 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. બાયોટેકે વધુમાં કહ્યું હતું કે રસી મામલે ક્રાંતિ આવશે જેના લીધે વધારાની લેબની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ભારત બાયોટેકે ગુરૂવારે કહ્યું કે દેશમાં રસીની અછતને પહોંચી વળવા માટે તેમણે ગુડ મેન્યુફેકચરીંગ પ્રેકટિસ નિયમો મુજબ દર વર્ષે કોવેક્સિનના 20 કરોડ ડોઝ ઉત્પાદન કરવાની યોજના છે. આ યોજના અતર્ગત કોવેક્સિન નો ઉત્પાદન 2021માં ચોથા કર્વાટરથી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રસીનો ઉત્પાદન વધશે તો દેશમાં રસીની અછત રહેશે નહી,