Not Set/ ભારતીઓએ ત્રણ દાયકામાં અબજો ડોલરનું કાળુ નાણું મોકલ્યું વિદેશ, અભ્યાસમાં આવ્યુ સામે

ભારતમાં કાળા નાણાંને લઇને ઘણીવાર ચર્ચાઓ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેના પર પૂર્ણતહ કાબુ મેળવવામાં ભારત સરકાર સફળ રહી નથી. જો કે ત્રણ અલગ-અલગ અગ્રણી સંસ્થાઓ NIPFP, NCAER અને NIFM દ્વારા કરાયેલા એક અભ્યાસમાં કાળા નાણાંને લઇને માહિતી આપવામાં આવી છે, જે મુજબ ભારતીયો દ્વારા વિદેશમાં જમા કરવામાં આવેલી રકમ કે ખરીદાયેલી સંપત્તિ […]

India
49068 mwjexnqaqs 1502386022 ભારતીઓએ ત્રણ દાયકામાં અબજો ડોલરનું કાળુ નાણું મોકલ્યું વિદેશ, અભ્યાસમાં આવ્યુ સામે

ભારતમાં કાળા નાણાંને લઇને ઘણીવાર ચર્ચાઓ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેના પર પૂર્ણતહ કાબુ મેળવવામાં ભારત સરકાર સફળ રહી નથી. જો કે ત્રણ અલગ-અલગ અગ્રણી સંસ્થાઓ NIPFP, NCAER અને NIFM દ્વારા કરાયેલા એક અભ્યાસમાં કાળા નાણાંને લઇને માહિતી આપવામાં આવી છે, જે મુજબ ભારતીયો દ્વારા વિદેશમાં જમા કરવામાં આવેલી રકમ કે ખરીદાયેલી સંપત્તિ અંગે ચોંકાવનાર આંકડા જાહેર થયા છે. ભારતીઓએ વર્ષ 1980થી વર્ષ 2010ની વચ્ચેનાં ત્રણ દાયકા દરમિયાન લગભગ 248.48 અબજ ડોલરથી લઇ 490 અબજ ડોલર જેટલું બેહિસાબી કાળું નાણું વિદેશમાં મોકલ્યું છે. ભારતીય રૂપિયામાં ગણતરી કરીએ તો દેશમાંથી વિદેશમાં મોકલવામાં આવેલું કાળું નાણું રૂ. 17,25,300થી લઇ રૂ. 34,30,000 કરોડ જેટલું થાય છે.

લોકસભામાં રજૂ થયેલી સ્ટેન્ડિંગ કમિટીની એક રિપોર્ટ મુજબ ઉપરોક્ત ત્રણેય સંસ્થાઓએ એવું તારણ કાઢ્યું છે કે જે ઔદ્યોગિક ક્ષેત્રોમાં સૌથી વધારે કાળું નાણું જોવા મળ્યું છે તેમાં રિયલ એસ્ટેટ, માઇનિંગ, ફાર્માસ્યુટિકલ્સ, પાન-મસાલા, ગુટખા, તમાકું, બુલિયન, કોમોડિટી, ફિલ્મ અને એજ્યુકેશન સેક્ટરનો સમાવેશ થાય છે. કાળા નાણાં અંગે કોઇ વિશ્વસનિય અંદાજ નથી કમિટીએ ‘દેશની અંદર બેહિસાબી આવક/સંપત્તિનું દેશની અંદર અને દેશની બહાર બંનેની સ્થિતિનું એક ગંભીર વિશ્લેષણ’ નામનું શિર્ષક ધરાવતા રિપોર્ટમાં જણાવ્યું છે કે કાળા નાણાંનું સર્જન થવું કે એકત્ર થવા બાબતે કોઇ વિશ્વસનીય અંદાજ નથી અને આવા પ્રકારની આગાહીઓ કરવા માટે કોઇ નિર્ધારિત પ્રમાણિત પદ્ધતિ પ્રચલિત છે. આ બાબતે તમામ અંદાજો/આગાહીઓ માળખાંગત માન્યતાઓ અને તેમાં કરાયેલા સમાયોજનની ઝીણવટતા ઉપર નિર્ભર કરે છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે અત્યાર સુધી જે કંઇ પણ અંદાજો રજૂ કરવામાં આવ્યો છે તેમાં કોઇ એકરૂપતા કે તપાસની પદ્ધતિ અને દ્રષ્ટિકોણ બાબતે કોઇ એક મત નક્કી થઇ શક્યો નથી. સંસ્થાઓનાં આંકડાઓમાં પણ તફાવત રિપોર્ટ મુજબ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)એ પોતાના અભ્યાસમાં જણાવ્યું છે કે ભારતમાંથી વર્ષ 1980થી 2010ની વચ્ચેનાં સમયગાળા દરમિયાન રૂ. 26,88,000 કરોડ કરોડથી લઇ રૂ. 34,30,000 કરોડનું કાળું નાણું વિદેશ મોકલવામાં આવ્યું છે. તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ (NIFM) એ તેના તપાસ અભ્યાસમાં કહ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થામાંથી વર્ષ 1990થી 2008નાં સમયગાળા દરમિયાન લગભગ રૂ. 15,15,300 કરોડ (216.48 અબજ ડોલર)નું કાળું નાણું ભારતની બહાર વિદેશ મોકલવામાં આવ્યું છે. તેવી જ રીતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક પોલિસી એન્ડ ફાઇનાન્સ (NIPPF)એ તેના અભ્યાસમાં જણાવ્યું છે કે વર્ષ 1997થી 2009 દરમિયાન ભારતનાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નાં 0.2 ટકાથી લઇ 7.4 ટકાની મૂલ્ય જેટલું કાળું નાણું વિદેશ મોકલાયું છે.

વિશ્વસનિય આંકડા મેળવવા ઘણા મુશ્કેલ કાળાં નાણાં મુદ્દે રાજકીય વિવાદ વચ્ચે માર્ચ 2011માં તત્કાલિન સરકારે ઉપરોક્ત ત્રણેય સંસ્થાઓને દેશ અને દેશની બહાર ભારતીયોના કાળા નાણાંનો તપાસ અભ્યાસ/ સર્વેક્ષણ કરવાની જવાબદારી સોંપી હતી. રિપોર્ટમાં જણાવ્યું છે કે એવું લાગે છે કે અઘોષિત ધન-સંપત્તિનો કોઇ વિશ્વસનિય આંકડો મેળવવો અત્યંત મુશ્કેલ કાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.