Not Set/ પરપ્રાંતીયના હુમલા મામલે પોલીસ તંત્ર સતર્ક, જંબુસર પોલીસે લોકોની કરી મુલાકાત

ભરૂચ, ઉત્તર ગુજરાતથી શરૂ થયેલુ પ્રાંતવાદ ઝેર રાજ્યભરમાં પ્રસરી રહ્યુ છે ત્યારે ભરૂચના જંબુસર પોલીસે સ્થિતિનો તાગ મેળવવા સ્થળ મુલાકાત કરી હતી. જંબુસર પોલીસે કાનવા ગામની મુલાકાત લીધી હતી અને પરપ્રાંતીયોને નિશ્ચિંત રહેવા ખાતરી આપી હતી. મુલાકાત માટ જિલ્લાના પોલીસ વડા સાથે પ્રાંત અધિકારી એ.કે.કલસરિયા, અને વિભાગીય પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ હાજર રહ્યા હતા અને લોકોને […]

Top Stories Gujarat Others Trending
mantavya 239 પરપ્રાંતીયના હુમલા મામલે પોલીસ તંત્ર સતર્ક, જંબુસર પોલીસે લોકોની કરી મુલાકાત

ભરૂચ,

ઉત્તર ગુજરાતથી શરૂ થયેલુ પ્રાંતવાદ ઝેર રાજ્યભરમાં પ્રસરી રહ્યુ છે ત્યારે ભરૂચના જંબુસર પોલીસે સ્થિતિનો તાગ મેળવવા સ્થળ મુલાકાત કરી હતી.

જંબુસર પોલીસે કાનવા ગામની મુલાકાત લીધી હતી અને પરપ્રાંતીયોને નિશ્ચિંત રહેવા ખાતરી આપી હતી. મુલાકાત માટ જિલ્લાના પોલીસ વડા સાથે પ્રાંત અધિકારી એ.કે.કલસરિયા, અને વિભાગીય પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ હાજર રહ્યા હતા અને લોકોને નિશ્ચિંત રહેવાની બાંહેધરી આપી હતી અને કોઈ પણ તકલીફ થાય તો તુરતજ પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.

રાજેન્દ્રસિંહ ચુડાસમા આજ રોજ જંબુસર તાલુકાની મુલાકાતે દોડી આવ્યા હતાં અને પરપ્રાંતના વસતા ગામો પૈકી જંબુસર તાલુકાના કાનવા ગામના મઢી  વાઘામાં પોતાના પરિવાર સાથે રહેતા અને નજીકની કંપનીમાં રોજગારી મેળવતા પરપ્રાંતિયોની મુલાકાત લીધી હતી.

જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પરપ્રાંત સાથે ચર્ચા વિચારણાં કરી તેમની હાલની પરિસ્થિતિથી વાકેફ થયા હતા અને પરપ્રાંતિય એ તેઓને ગ્રામજનો તરફથી કોઇ પણ જાતની કનડ ગત ન  હોવાનું જિલ્લા જિલ્લા પોલીસવાળાને જણાવ્યું  હતું.

mantavya 240 પરપ્રાંતીયના હુમલા મામલે પોલીસ તંત્ર સતર્ક, જંબુસર પોલીસે લોકોની કરી મુલાકાત

જિલ્લા પોલીસવડા સાથે પ્રાંત અધિકારી એકે કલસરિયા વિભાગીય પોલીસ અધિક્ષક એજી ગોહિલ પણ પરપ્રાંતિયને તંત્ર તથા પોલીસ તમારી પડખે છે. તેમ જણાવી કોઈ પણ તકલીફ હોય તુરત જ પોલીસને જાણ કરવાની અપીલ કરી પોલીસ સ્ટેશન તથા પોલીસ અધિકારીઓના નંબર આપ્યા હતા. આ પ્રસંગે સરપચ સુરેશભાઈ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.