Not Set/ ભરૂચ/ મહાદેવ યાર્નમાં ભીષણ આગ, 6 મશીન અને 600 ટન યાર્ન બળી ને ખાખ

ભરૂચ – સુરત જિલ્લા ની બોર્ડર પર કોસંબા પાસે ભરૂચ જિલ્લા ની હદ મા આવેલી કંપની માં વહેલી સવારે ભીષણ આગ ની ઘટના બની હતી. જેમાં તમમાં મશીનરી અને માલસામાન બળીને ખાખ થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાની હદમા આવેલી યાર્ન મહાદેવ યાર્ન કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતા […]

Gujarat Others
ભરૂચ ભરૂચ/ મહાદેવ યાર્નમાં ભીષણ આગ, 6 મશીન અને 600 ટન યાર્ન બળી ને ખાખ

ભરૂચ – સુરત જિલ્લા ની બોર્ડર પર કોસંબા પાસે ભરૂચ જિલ્લા ની હદ મા આવેલી કંપની માં વહેલી સવારે ભીષણ આગ ની ઘટના બની હતી. જેમાં તમમાં મશીનરી અને માલસામાન બળીને ખાખ થઇ ગયા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાની હદમા આવેલી યાર્ન મહાદેવ યાર્ન કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર ફાઈટર ઘટના સ્થળે ધસી આવ્યા હતા. જુદા જુદા વિસ્તારમાં થી 13 જેટલા ફાયર ફાઈટરો બોલાવવા માં આવ્યા છે. જે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આગ પર મહદઅંશે કાબુ મેળવ્યો છે. હજુ પણ 4 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે કાર્યરત છે. તેમ છતાય 6 મશીન અને 600ટન યાર્ન બળીને ખાખ થઈ ગયું છે. આ આગની ઘટનામાં  15 કરોડ થી વધુનું નુકશાન થયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.