Not Set/ બજરંગી ભાઇજાન જવી સ્ટોરી, સુરત અને ભરૂચ પોલીસે 5 વર્ષે મંદબુદ્ધી બાળકીને પોતાના પરિવાર સાથે મળાવી

ભરૂચઃ SOG પોલીસ સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાન જેવુ કામ કરીને પ્રશંષનીય કામગીરી કરી છે. પોલીસે પાંચ વર્ષની મંદબુદ્ધી ઉષા નામની બાળકીને તેના પરિવાર સાથે ભેટો કરાવી આપ્યો છે. અંકલેશ્વરના પટેલનગર પાછળની ઝુપડપટ્ટીમાં રહેતા રમેશભાઇ વસાવા ઉ.54 પરિવારની રહે છે. પાંચ વર્ષ પહેલા અગાઉ તેઓની દિકરી સાથે અંકલેશ્વરથી નીકળી સુરત તરફના આબોલી ત્રણ રસ્તા પર […]

Gujarat
bajrangi bhaijaan 1436943332120 બજરંગી ભાઇજાન જવી સ્ટોરી, સુરત અને ભરૂચ પોલીસે 5 વર્ષે મંદબુદ્ધી બાળકીને પોતાના પરિવાર સાથે મળાવી

ભરૂચઃ SOG પોલીસ સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાન જેવુ કામ કરીને પ્રશંષનીય કામગીરી કરી છે. પોલીસે પાંચ વર્ષની મંદબુદ્ધી ઉષા નામની બાળકીને તેના પરિવાર સાથે ભેટો કરાવી આપ્યો છે.

અંકલેશ્વરના પટેલનગર પાછળની ઝુપડપટ્ટીમાં રહેતા રમેશભાઇ વસાવા ઉ.54 પરિવારની રહે છે. પાંચ વર્ષ પહેલા અગાઉ તેઓની દિકરી સાથે અંકલેશ્વરથી નીકળી સુરત તરફના આબોલી ત્રણ રસ્તા પર કચોરો વણતા હતા. ત્યારે અચાકન ટી.બીની બિમારીને લીધે તેમનું મોત થયું હતું. રમેશબાઇ સાથે આવેલી મંદબુદ્ધિ દિકરી તેમની લાશ પાસે રડતી હતી. ત્યાં ઉપસ્થિત લોકોએ કામરેજ પોલીસને જાણ કરી હતી. પોલીસે રમશભાઇની બોડીનો કબ્જો મેળવીને અકસ્માત મોતનો ગુનો નોધીને ઉષાને સુરતના નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દિધી હતી. કામરેજ પોલીસે ઉષાના પરિવારને શોધવાના ઘણા પ્રયાસો કર્યા હતા. છતા ઉષાના પરિવારની ભાળ મળી નહોતી.

આ સમગ્ર ઘટનાની મહિતી વર્ષો બાદ ભરૂચ પોલીસને થઇ હતી. ત્યાર બાદ ભરૂચ SOG એ સુરત નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઇને તપાસ હાથ ધરી હતી.  કામરેજ પોલીસે  નારી સંરક્ષણ ગૃહ સુરત જઇ ઉષાના ફોટા લઇને રૂબરૂ મળી તપાસ હાથ ધરી હતી. ભરૂચ SOG એ સુરત પોલીસ પાસેથી જરૂરી કાગળો ફોટા લઇને ભરૂચની ઝૂપડપટ્ટીમાં તપાસ હાથ ધરી હતી.

લોકોએ પોલીસની આવી કામગીરીના વખાણ કર્યા હતા. ભરૂચ SOG એ રમેશભાઇના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.