Tokyo Paralympics/ ફાઈનલમાં હાર બાદ ભાવિના પટેલની પ્રતિક્રિયા, કહ્યુ- નર્વસ થઇ ગઇ હતી એટલે…

ટોક્યો પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે રવિવારે ફાઈનલમાં હાર બાદ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, તે ફાઇનલમાં થોડી નર્વસ થઇ ગઇ હતી અને તેના કારણે…

Top Stories Sports
1 300 ફાઈનલમાં હાર બાદ ભાવિના પટેલની પ્રતિક્રિયા, કહ્યુ- નર્વસ થઇ ગઇ હતી એટલે...

ટોક્યો પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ભાવિના પટેલે રવિવારે ફાઈનલમાં હાર બાદ પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, તે ફાઇનલમાં થોડી નર્વસ થઇ ગઇ હતી અને તેના કારણે જ તેને વિશ્વની નંબર વન અને છ વખતની ગોલ્ડ મેડલ વિજેતા ચીનની ઝોઉ યિંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઇનલમાં પહોંચવા માટે ભાવિના તમામ અવરોધો સામે લડી હતી પરંતુ ચીની દિગ્ગજો સામે 0-3થી હાર્યા બાદ તેને સિલ્વર મેડલથી સંતોષ મેળવવો પડ્યો હતો. ટેબલ ટેનિસની રમતમાં ભારતનો આ પહેલો મેડલ છે.

આ પણ વાંચો – ગુજરાત / ભાવિના પટેલને રાજ્ય સરકાર આપશે ઇનામ, રમત-ગમત મંત્રી ઇશ્વર પટેલે કરી જાહેરાત

34 વર્ષની ભાવિના પટેલને 12 મહિનાની ઉંમરે પોલિયો હોવાની ખબર પડી હતી. તેણીએ મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ કેટેગરી 4 માં તેની પ્રથમ પેરાલિમ્પિક રમતોમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભાવિનાએ અભિયાનની પોતાની પ્રથમ મેચ ઝોઉ યિંગ સામે હારી હતી. પરંતુ ગ્રુપ સ્ટેજ પર નોંધપાત્ર પુનરાગમન માટેની સ્ક્રિપ્ટ ભાવિનાએ હાર ન માનવાના તેના હૌસલાએ લખી હતી. ભાવિનાએ 16 માં રાઉન્ડમાં સર્બિયાનાં રિયો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ બોરીસ્લાવા પેરીક-રૈન્કોવિચને હરાવ્યો હતો. ત્યારબાદ, ક્વાર્ટર ફાઇનલમાં તેણીએ વિશ્વની ત્રીજા નંબરની ચીનની ઝાંગ મિયાઓને હરાવી હતી. ફાઇનલમાં હાર્યા હોવા છતાં, ભાવિનાએ ઇતિહાસ રચ્યો કારણ કે તે પેરાલિમ્પિક મેડલ જીતનાર બીજી ભારતીય મહિલા બની હતી. રવિવાર પહેલા કોઈ ભારતીય ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં મેડલ જીત્યો ન હતો. રવિવારે તેની ઐતિહાસિક જીત બાદ એક પ્રાઇવેટ ચેનલ સાથે વાત કરતા ભાવિના પટેલે કહ્યું: “હું થોડી નર્વસ થઈ ગઇ હતી, આ કારણે, હું મારુ 100 ટકા આપી શકી નથી. તેણે પોતાના ખરાબ પ્રદર્શનને સ્વીકારીને પણ એક ઉદાહરણ લોકો સમક્ષ રજૂ કર્યુ છે.

આ પણ વાંચો – રાજકીય રંગ / Dy.CM નીતિન પટેલનાં હિંદુઓની બહુમતિવાળા નિવેદનને પાટીલનું સમર્થન કહ્યું, હું તેમની સાથે સંમત છું

ભાવિનાએ કહ્યું, “હું હંમેશા ધ્યાન રાખું છું કે મારા માર્ગમાં આવતી સમસ્યાઓનાં કારણે હું અટકુ નહી. હું માનું છું કે જો એક દરવાજો મારા માટે બંધ થાય છે તો ભગવાન મને ઘણી અન્ય તકો સાથે અન્ય દરવાજો ખોલશે. મે મારી સમસ્યાઓને હકારાત્મક પ્રકાશમાં જોવાનુ સીખુ લીધુ છે. તે મને વધુ મહેનત કરવાની હિંમત આપે છે.” તેણે વધુમાં કહ્યુ કે, ટોક્યો પેરાલિમ્પિકથી ઘણુ સીખુ છુ, આ એક શાનદાર અનુભવ રહ્યો છે. હવે તેણીને ખાતરી છે કે તેના આગામી ઓલિમ્પિકમાં, તેણી 100 ટકા આપશે. તેનું ધ્યાન હવે આગામી એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ પર રહેશે.