Not Set/ ભાવનગર/ કલેક્ટર ઓફિસે દારુબંધીની માંગ કરતા સૂત્રોચ્ચારથી સર્જાઇ ક્ષોભજનક સ્થિતિ

ગુજરાતમાં આમતો વર્ષોથી દારુબંઘી અમલમાં જ છે. છતા ક્યારેક ક્યારેક ગુજરાતનું કોઇ શહેર કે ગામ કે વિસ્તાર  બીજા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવતો હોય અને ગુજરાતમાં આવતો જ ન હોય તે રીતે છુટથી દારુનો વેપલો થતો હોય તેવુ પણ સામે આવ્યું જ છે. અને આવી જ ઘટના બની છે ભાવનગર જીલ્લામાં આવેલા અકવાડા ગામમાં. […]

Gujarat Others
bvng collector office ભાવનગર/ કલેક્ટર ઓફિસે દારુબંધીની માંગ કરતા સૂત્રોચ્ચારથી સર્જાઇ ક્ષોભજનક સ્થિતિ

ગુજરાતમાં આમતો વર્ષોથી દારુબંઘી અમલમાં જ છે. છતા ક્યારેક ક્યારેક ગુજરાતનું કોઇ શહેર કે ગામ કે વિસ્તાર  બીજા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવતો હોય અને ગુજરાતમાં આવતો જ ન હોય તે રીતે છુટથી દારુનો વેપલો થતો હોય તેવુ પણ સામે આવ્યું જ છે. અને આવી જ ઘટના બની છે ભાવનગર જીલ્લામાં આવેલા અકવાડા ગામમાં. અકવાડા ગામનાં લોકો દ્વારા ભાવનગરમાં દારૂબંધી મુદ્દે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

ભાવનગરનાં અકવાડાના રહીશો દ્વારા દારૂબંધીની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં દારુબંધીની માંગ કરતા સૂત્રોચ્ચારથી સરકારી ઉચ્ચ અધિકારીની ઓફિસ ગુંજી ઉઠતા વિષ્ઠામણ ભરી સ્થિતિ સર્જાઇ હતી. વાત જાણે એમ છે કે ભાવનગરના અકવાડા ગામનાં લોકો દ્વારા છેલ્લા લાંબા સમયથી ગામ ભાગોળે પહેચાતા દેશી દારુ મામલે વિરોધનાં સુર ઉઠી રહ્યા હતા. લોકો દ્વારા અનેક વખત યોગ્ય અધિકારીને ફરિયાદો પણ કરવમાં આવી હતી. પરંતુ કોઇએ આ મામલે યોગ્ય ન કરતા, ગ્રામજનો દારૂ બંધ કરાવવા ભાવનગર જીલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.

અકવાડાનાં ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરીએ ગામમાં વેચાતા દેશી દારૂનું દૂષણ ડામવાની માંગ કરવામાં આવી હલ્લોબોલાવવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા માં ગ કરતા સ્પષ્ટ પણ કરવામાં આવ્યુ છે કે, ગામમાં કાયમી ધોરણે દારૂ બંધ કરાવવામાં આવે અને આવી જ માંગ કરતા ગ્રામજનો દ્વારા કલેકટર કચેરીએ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

જોવાનુ એ છે કે, ગુજરાતમાં કે જ્યા પહેલેથી દારુબંધી ત્યા લોકો દ્વારા દારૂબંધીની માંગ કરવામાં આવ્યા પછી, સરકાર દ્વારા કોઇ પગલા લેવામાં આવે છે કે, પૂર્વેની માફક ફરિયાદ, ફરિયાદોનાં ઢગલામાં ક્યાંય ખોવાઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.