Not Set/ ભાવનગર : ઢબૂડી માતાના સમર્થનમાં કલેક્ટરને આવેદન પત્ર અપાયું

ઢબૂડી માતાનો વિજ્ઞાન જાથા દ્વારા પરદા ફાસ કરવામાં આવતા ઢબૂડી માતા રહસ્યમય રીતે ફરાર થઈ ગયી હતી. અને પછી અચાનક ગઈ કાલે મીડિયા સમક્ષ હાજર થઈ હતી. લાખોની સંખ્યામાં ભક્ત ધરાવતા ઢબૂડી માતાનો વિજ્ઞાન જાથા દ્વારા કૌભાંડ પર થી પડદો ઉચકવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. સમગ્ર ગુજરાતમાં  ઠેર ઠેર માતાના ભક્તો આવેલા છે. જેમાં […]

Top Stories Gujarat Others Videos
mendhar 1 ભાવનગર : ઢબૂડી માતાના સમર્થનમાં કલેક્ટરને આવેદન પત્ર અપાયું

ઢબૂડી માતાનો વિજ્ઞાન જાથા દ્વારા પરદા ફાસ કરવામાં આવતા ઢબૂડી માતા રહસ્યમય રીતે ફરાર થઈ ગયી હતી. અને પછી અચાનક ગઈ કાલે મીડિયા સમક્ષ હાજર થઈ હતી. લાખોની સંખ્યામાં ભક્ત ધરાવતા ઢબૂડી માતાનો વિજ્ઞાન જાથા દ્વારા કૌભાંડ પર થી પડદો ઉચકવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. સમગ્ર ગુજરાતમાં  ઠેર ઠેર માતાના ભક્તો આવેલા છે.

જેમાં ભાવનગર ખાતેના માતાના ભક્તો બહુ મોટી સંખ્યામાં ઢબૂડી માતાના સમર્થનમા આવ્યા છે. શહેર ના જવાહર મેદાન ખાતે મોટી સંખ્યામાં માતાના ભક્તો ઉમટી પડ્યા હતા. તેમનું કહેવું છે કે, ઢબૂડી માતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. તેમની વિરુધ્ધ અફવા ફેલાવવામાં આવી છે.

સમર્થકો દ્વારા રામધૂન ગાઈને ઢબૂડી માતાનું સમર્થન કરવામાં આવ્યું હતું. અને જિલ્લા કલેક્ટરને ઢબૂડી માતાના સમર્થનમાં આવેદન પણ આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.