Mahuva MC/ ભાવનગરની મહુવા નગરપાલિકાએ છ વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો

ભાવનગરની મહુવા નગરપાલિકાની ગુનાહિત બેદરકારી છ વર્ષના બાળકને ભરખી ગઈ છે. મહુવાના ખોડિયા નગર વિસ્તારમાં 15-15 દિવસથી વરસાદના પાણી ભરાયેલા છે અને તેનો નિકાલ કરવા માટે સ્થાનિક રહીશો પણ ભાજપના નગરસેવક દ્વારા સતત નગરપાલિકાના ચીફ ઓફિસરોને ફરિયાદો કરી હોવા છતાં પણ પાણી ખાલી કરવાના કોઈ પગલાં ભરાયા ન હતા.

Top Stories Gujarat
MahuvaMC ભાવનગરની મહુવા નગરપાલિકાએ છ વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો

ભાવનગર: ભાવનગરની મહુવા નગરપાલિકાની ગુનાહિત બેદરકારી છ વર્ષના બાળકને ભરખી ગઈ છે. મહુવાના ખોડિયા નગર વિસ્તારમાં 15-15 દિવસથી વરસાદના પાણી ભરાયેલા છે અને તેનો નિકાલ કરવા માટે સ્થાનિક રહીશો પણ ભાજપના નગરસેવક દ્વારા સતત નગરપાલિકાના ચીફ ઓફિસરોને ફરિયાદો કરી હોવા છતાં પણ પાણી ખાલી કરવાના કોઈ પગલાં ભરાયા ન હતા. બાળકના મોતના પગલે મહુઆ નગરપાલિકાના ચીફ ઓફિસરો સહિતના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવાની માંગ ઉઠી છે.

આ સંજોગોમાં છ વર્ષના બાળક શાળાએ જઈ રહ્યો હતો ત્યારે તેનું ઝેરી જંતુ કરડી જતા મોત થયું છે. સ્થાનિક સહિત પરિવાર દ્વારા ચીફ ઓફિસર સામે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.  મહુવા નગરપાલિકાના જડ અને નીંભર તંત્રના લીધે માસુમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે.

ભાવનગરમાં સતત પડી રહેલા વરસાદના કારણે મહુવા નગરપાલિકાના વોર્ડ નંબર એક ખોડીયાર નગરમાં છેલ્લા 15 દિવસમાં વરસાદના પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. આ અંગે વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરાઈ હતી, પરંતુ ફરિયાદ તંત્રના બહેરા કાને સંભળાઈને પાછી ફરી હતી. ફક્ત એટલું જ નહી, ભાજપના નગરસેવકનું પણ ચીફ ઓફિસર સામે કંઈ ઉપજતું નથી જેના કારણે 15 દિવસથી ખોડીયાર નગર વિસ્તારમાં પાણીનો નિકાલ થઈ શક્યો નહીં જેનો ભોગ રાજ બોરીચા નામનો માસુમ બાળક બન્યો છે.

પહેલા ધોરણમા અભ્યાસ કરતો રાજ બોરીચા પોતાના વિસ્તારમાંથી પાણીની અંદરથી પસાર થઈને શાળાએ જઈ રહ્યો હતો આ દરમિયાન જેરી જીવજંતુ કરડી ગયું હતું, જેના લીધે બાળકની તબિયત લથડતા મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સ્થિતિ વધુ ગંભીર બનતા ભાવનગર ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં આ માસુમ બાળકે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ ઘટનાને લઇ સ્થાનિક અને પરિવારે નગરપાલિકા સામે ઉગ્ર રોજ વ્યક્ત કર્યો હતો અને ગત મોડી રાત્રિના રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા કોઈ રજૂઆત સાંભળવામાં આવી ન હતી.

મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલકંઠ અણધણ નામના અધિકારી મહુવાના શહેરીજનોની કોઈ વાત સાંભળતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે એટલું જ નહીં ભાજપના કાઉન્સિલરોની પણ રજૂઆતો સાંભળવામાં આવતી નથી જેનો રોષ ખુદ ભાજપના નગરસેવક પણ વ્યક્ત કરી રહ્યા છે. અધિકારીઓ એટલી હદે બેફામ બન્યા છે કે જનતાને જવાબ આપવાના બદલે પોતાની મનમાની ચલાવી રહ્યા હોય તે પ્રમાણે કામ કરી રહ્યા છે. જો કોઈ અરજદાર ચીફ ઓફિસરને ફોન કરે છે તો ફોન પણ રિસીવ કરતા નથી ઉચ્ચ અધિકારી દ્વારા મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

 

આ પણ વાંચોઃ JK Encounter/ કુલગામમાં થયેલી અથડામણમાં લશ્કરના ત્રણ જવાનો શહીદ

આ પણ વાંચોઃ બદલી/નગરપાલિકાના 26 ચીફ ઓફિસરોની સામુહિક બદલીના આદેશ

આ પણ વાંચોઃ Income tax raids/દેશના બે મોટા કોન્ટ્રાક્ટર ગ્રુપ કલ્પતરુ અને JMC ગ્રુપ પર ઈન્ક્મટેક્ષના દરોડા

આ પણ વાંચોઃ પાયલોટ પ્રોજેક્ટનું સુરસુરિયું/વાહન ચાલકોના ટાયરની હવા કાઢવા જતા કોર્પોરેશનની હવા નીકળી ગઈ

આ પણ વાંચોઃ Ahmedabad-Ellisbridge/અમદાવાદનો એલિસબ્રિજ બનશે હવે ટુરિસ્ટ પ્લેસ