Not Set/ ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ માસિક ધર્મ વિવાદ/ તપાસનો ધમધમાટ તેજ, પોલીસ દ્વારા એસઆઈટીની રચના

ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના વિવાદમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે પોલીસ દ્વારા એસઆઈટીની રચના પણ કરાઈ છે સીટની ટિમ દ્વારા વિદ્યાર્થીઓના કલમ 164 મુજબ નિવેદન નોંધવામાં આવ્યા છે. કોલેજ પરિસરમાં લાગેલા સીસીટીવી કબ્જે કરાયા છે ભુજ ડીવાયએસપીના નેજા હેઠળ એસઆઈટીની ટિમ આજે કોલેજ પહોંચી હતી અને નિવેદનો મેળવ્યા હતા ગત રોજ રાજ્ય આયોગની ટિમ આવી […]

Gujarat Others
Untitled 191 ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ માસિક ધર્મ વિવાદ/ તપાસનો ધમધમાટ તેજ, પોલીસ દ્વારા એસઆઈટીની રચના

ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના વિવાદમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે પોલીસ દ્વારા એસઆઈટીની રચના પણ કરાઈ છે સીટની ટિમ દ્વારા વિદ્યાર્થીઓના કલમ 164 મુજબ નિવેદન નોંધવામાં આવ્યા છે.

કોલેજ પરિસરમાં લાગેલા સીસીટીવી કબ્જે કરાયા છે ભુજ ડીવાયએસપીના નેજા હેઠળ એસઆઈટીની ટિમ આજે કોલેજ પહોંચી હતી અને નિવેદનો મેળવ્યા હતા ગત રોજ રાજ્ય આયોગની ટિમ આવી હતી જેમણે નિવેદનો નોંધ્યા હતા. દરમિયાન આજે રાષ્ટ્રીય મહિલા આયોગની ટિમ ક્ચ્છ આવી છે સમગ્ર મામલના ઘેરા પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા છે.

આજે મહિલા કોંગ્રેસના હોદ્દેદારોએ પણ કોલેજ ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો સાથે તપાસ ટીમમાં ટ્રસ્ટીઓને દૂર રાખવાની માંગ કરાઈ હતી આજે પણ કોલેજ સંકુલમાં પોલીસનો ધમધમાટ જોવા મળ્યો હતો .

ઉલ્લેખનીય છે કે, સહજાનંદ કોલેજના સંચાલક મંડળ દ્વારા  માસિક ધર્મમાં હોય આવેલી છોકરીઓ નિંદનીય કૃત્ય કરવામાં આવતા આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. અહીં જે છોકરી પીરિયડ્સમાં હોય તેની સાથે તે અસ્પૃશ્ય હોય તેમ વર્તન કરવામાં આવે છે. તેની બીજા કોઈને ‘આભડછેટ’ ન લાગે તે માટે તેને ચાર દિવસ હોસ્ટેલના ભોંયરામાં રહેવું પડે છે અને ત્યાં જતા પહેલા માસિક ધર્મ શરુ થઇ ગયો છે તેવું કોલેજના મેનેજમેન્ટને નોંધાવીને રજિસ્ટરમાં સહી પણ કરવી પડે છે.

“હોસ્ટેલના ભોંયરામાં કચરાનો ઢગ પડેલો હોય છે. અને અહીં અમાનવીય પરિસ્થિતિમાં આ યુવતીઓએ રહેવું પડે છે.  બધી છોકરીઓ ત્યાં જતા ગભરાય છે કેમ કે ત્યાં બિલકુલ અંધકારમાં સાવ એકલા રહેવું પડે છે જે મુશ્કેલની સાથે ભયાનક પણ છે.  આ સમયગાળા દરમિયાન  સીમેન્ટના પથ્થર પર સુઈ જવું પડે છે. પથારી અને વાસણ પણ સાથે લઈ જવા પડે છે. તેમજ ભોજન માટે કોમન એરિયામાં મિત્રોને પણ મળી શકતી નથી.  સ્નાતક થયા બાદ જ્યાં સુધી આ સંસ્થા ન છોડે ત્યાં સુધી છોકરીઓએ દર મહિને આ ત્રાસ સહન કરવો પડે છે.

બેઝમેન્ટ એરિયાના રજિસ્ટરમાં લાંબા સમય બાદ પણ અમુક છોકરીઓના નામ જોવા ન મળતા સત્તાધીશો રોષે ભરાયા હતા અને સોમવારે આ છોકરીઓના આંતરવસ્ત્રો ઉતારીને તેઓ માસિકમાં છે કે નહિ તેવું ચકાસવાની બેહૂદી હરકત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.