બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે થોડા દિવસો પહેલા પોતાના સન-કિસ્ડ ફોટા શેર કર્યા હતા અને કહ્યું હતું કે તે માનસિક રીતે ક્યાંક બીચ પર છે. અભિનેત્રીના આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. તાજેતરમાં જ ભૂમિ પેડનેકરે બ્રાઉન બિકીનીમાં પોતાનો એક ફોટો શેર કર્યો હતો, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે અભિનેત્રી બીચ પર ક્યાંક બીચ છે, કારણ કે તેણે સૂર્યથી બચવા માટે ટોપી પણ પહેરી છે. આ સિવાય ભૂમિએ કહ્યું છે કે આ ફોટો પછી તે સ્વિમિંગ માટે તૈયાર છે.
આ પણ વાંચો :ફિલ્મ રામાયણમાં રામ બનશે રણબીર કપૂર, શું મહેશ બાબુએ ઠુકરાવી ઓફર?
ફોટો જોઈને લાગી રહ્યુ છે કે અભિનેત્રી સમુદ્ર તટની ફીલ ફોટામાં આપવા માંગતી હતી કારણકે ભૂમિએ એક મોટી ટોપી પહેરી છે અને બ્રાઉન કલરની બિકિનીમાં બૉડીને ફ્લૉન્ટ કરતી એક સેલ્ફી ક્લિક કરી. ફોટામાં ભૂમિ ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સહયોગીઓએ પણ કમેન્ટ બૉક્સમાં જોરદાર પ્રશંસા કરી છે.
ભૂમિ પેડનેકરે પોતાના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે ટાઈમ કાઢીને શાનદાર તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. ભૂમિએ આ તસવીરો શેર કરતાની સાથે કેપ્શનમાં બ્રાઉન હાર્ટ આઈકન અને ઘણા હેશટેગનો ઉપયોગ કર્યો છે.
આ પણ વાંચો :તમામ હદો પાર કરી અને નવા અંદાજમાં સામે આવી TVઅભિનેત્રીઓ, હોટ ફોટોશૂટ જોઇને ચાહકો થયા દિવાના
કિયારા અડવાણી જેને છેલ્લા વાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે શેરશાહમાં જોવામાં આવી હતી તેણે ભૂમિ પેડનેકરની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં લખ્યુ – ઉફ્ફ. ત્યારબાદ એક ફાયર ઈમોજી પોસ્ટ કરી. ટિસ્કા ચોપડાએ લખ્યુ – મોચા ચૉકલેટ. તાહિરા કશ્યપે પણ ભૂમિની પ્રશંસા કરી અને લખ્યુ – Hottie. ભૂમિની બહેર સમીક્ષાએ તેની પોસ્ટ પર પ્રેમનો વરસાદ કર્યો અને ટીપ્પણી કરી – આને પ્રેમ કરો.
ભૂમિ પેડનેકરે પોતાના કરીયરની શરુઆત આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ દમ લગા કે હઈશાથી કરી હતી. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી શાનદાર કમાણી કરી સાથે લોકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મ 2015માં રિલીઝ થઈ હતી. ભૂમિ પેડનેકરને આ ફિલ્મે રાતોરાત સ્ટાર બનાવી દિધી હતી. આ ફિલ્મ બાદ ભૂમિનું ટ્રાન્સ્ફોર્મેનશ જોવા લાયક હતું. ભૂમિએ પોતાના ટેલેન્ટની બધાને દિવાના બનાવ્યા છે.
આ પણ વાંચો :ગંગુબાઇ કાઠીયાવાડી ફિલ્મ સંબધિત બદનક્ષી કેસમાં ભણસાલી અને આલિયાને રાહત
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો ભૂમિ પેડનેકર ટૂંક સમયમાં નિર્દેશક હર્ષવર્ધન કુલકર્ણીની બધાઈ દો ફિલ્મમાં દેખાશે. ફિલ્મમાં રાજકુમાર રાવ પણ મુખ્ય ભૂમિકામાં છે. તે બધાઈ દો ફિલ્મમાં દિલ્લી પોલિસના એક મહિલા પોલિસ સ્ટેશનમાં એકમાત્ર પુરુષ અધિકારીની ભૂમિકા નિભાવતા જોવા મળશે. ભૂમિ એક પીટી ટીચપરની ભૂમિકામાં છે. આ ઉપરાંત ભૂમિ આનંદ એલ રાયની રક્ષા બંધનમાં જોવા મળશે. અક્ષય કુમાર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવશે. ભૂમિ વિક્કી કૌશલ સાથે મિસ્ટર લેલેમાં પણ જોવા મળશે.
આ પણ વાંચો :રાજ કુન્દ્રાને બોમ્બે હાઇકોર્ટે કયા કેસમાં રાહત આપી જાણો..
આ પણ વાંચો :કૌન બનેગા કરોડપતિ શોનો પહેલો શુક્રવાર હશે શાનદાર, આ ક્રિકેટરો સંભાળશે હોટ સીટ