શ્રદ્ધાંજલિ/ દિલીપ કુમારના નિધનથી શોકમાં ડૂબ્યું પાકિસ્તાન, આ રીતે વ્યક્ત કર્યો શોક

PM નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દિલીપ કુમારના અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે. ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ દિલીપ કુમારને યાદ…

Trending Entertainment
A 84 દિલીપ કુમારના નિધનથી શોકમાં ડૂબ્યું પાકિસ્તાન, આ રીતે વ્યક્ત કર્યો શોક

બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારે આજે સવારે 7.30 વાગે વિશ્વને અલવિદા કહ્યું છે. તમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી પસરી ગઈ છે. સેલિબ્રિટીથી લઈને દિગ્ગજ નેતાઓ તેમને નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દિલીપ કુમારના અવસાન પર દુખ વ્યક્ત કર્યું છે. ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ દિલીપ કુમારને યાદ કરી રહ્યા છે.

પાકિસ્તાનના મંત્રીએ વ્યક્ત કર્યો શોક

દિલીપ કુમારના અવસાન પર પાકિસ્તની મંત્રી ફવાદ હુસૈને લખ્યું – દિલીપ કુમાર નથી રહ્યા, ઉપખંડ અને વિશ્વભરમાં કરોડો લોકો તેમને પ્રેમ કરતા હતા. ટ્રેજેડ કિંગને હમેશા યાદ કરવામાં આવશે. RIP Yousaf Khan aka Dilip Kumar

A 83 દિલીપ કુમારના નિધનથી શોકમાં ડૂબ્યું પાકિસ્તાન, આ રીતે વ્યક્ત કર્યો શોક

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફરીદીએ શોક વ્યક્ત કરતા લખ્યું – વાસ્તવમાં આપણે અલ્લાહના છીએ અને અલ્લાહ માટે આપણે પરત ફરીશું. ખૈબર પખ્તુનખ્વાથી મુંબઇ અને દુનિયાભરના યુસુફ ખાન સાહેબના ચાહકો માટે એક મોટું નુકસાન છે. તેઓ આપણા હૃદયમાં જીવે છે. સાયરા બાનુ સાહિબા પ્રતિ ખુબ જ સંવેદના. #DilipKumar.

https://twitter.com/SAfridiOfficial/status/1412627136821800960?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1412627136821800960%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.aajtak.in%2Fentertainment%2Fbollywood-news%2Fstory%2Fdilip-kumar-death-pakistan-mourns-minister-ch-fawad-hussain-cricketer-shahid-afridi-tmov-1286286-2021-07-07

આપને જણાવી દઈએ કે દિલીપ કુમારનો જન્મ બ્રિટીશ ભારતના પેશાવર (હાલના પાકિસ્તાનમાં) થયો હતો. દિલીપ કુમારનું પૂર્વજોનું ઘર પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં છે. 2014 માં નવાઝ શરીફની સરકારે આ ઇમારતને રાષ્ટ્રીય વારસો જાહેર કરી હતી. 11 ડિસેમ્બર, 1922 ના રોજ જન્મેલા દિલીપ કુમારનું અસલી નામ યુસુફ ખાન હતું. તેણે ફિલ્મો માટે પોતાનું નામ બદલ્યું. દિલીપની કારકિર્દી 5 દાયકા સુધી રહી. તેમણે તેમની કારકિર્દીમાં આઇકોનિક ફિલ્મો કરી, જેને લોકો આજે પણ યાદ કરે છે.