Swati Maliwal News/ બિભવ કુમારે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી આજે જ હાથ ધરાશે

CM અરવિંદ કેજરીવાલના PA બીભવ કુમારને AAP રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિત રીતે મારપીટ અને દુર્વ્યવહાર કરવા બદલ દિલ્હી પોલીસે શનિવારે તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી.

Top Stories India
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 18T163158.466 બિભવ કુમારે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી આજે જ હાથ ધરાશે

CM અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારને AAP રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિત રીતે મારપીટ અને દુર્વ્યવહાર કરવા બદલ દિલ્હી પોલીસે શનિવારે તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. ધરપકડ બાદ વિભવ કુમારે તીસ હજારી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ અરજી પર આજે જ સુનાવણી થશે. આ પછી દિલ્હીના ડીસીપી ઉત્તર કાર્યાલયમાં દિલ્હી પોલીસની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે, જેમાં દિલ્હી પોલીસ કમિશનરના ઓએસડી મનીષી ચંદ્રા અને અન્ય અધિકારીઓ હાજર છે.

હું તપાસમાં સહકાર આપવા તૈયાર છું – વિભવ

તમને જણાવી દઈએ કે કસ્ટડીમાં લેવાતા પહેલા વિભવ કુમારે દિલ્હી પોલીસને ઈમેલ મોકલ્યો હતો. જેમાં તેને પોલીસને કહ્યું છે કે “તે તપાસમાં સહકાર આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વિભવે કહ્યું કે મને મીડિયા દ્વારા મારી સામે નોંધાયેલી એફઆઈઆરની માહિતી મળી છે અને હું પૂછપરછ માટે તપાસમાં સહકાર આપીશ. તેને  આ પણ કહ્યું. કે મેં 13 મેના રોજ બનેલી આ ઘટના અંગે પણ ફરિયાદ કરી છે, જેના પર દિલ્હી પોલીસે સંજ્ઞાન લેવું જોઈએ.

વિભવની ધરપકડ કર્યા બાદ દિલ્હી પોલીસ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ છે. સ્વાતિ માલીવાલ કેસમાં પોલીસે 10 ટીમો બનાવી હતી, જેમાંથી 4 ટીમો વિભવનું લોકેશન શોધી રહી હતી કારણ કે વિભવ શહેરમાં હાજર ન હોવાનું કહેવાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Astrazenecaની કોવિડ રસીમાં અન્ય એક ખતરનાક બ્લડ કલોટિંગ ડિસઓર્ડર

આ પણ વાંચો:આંખના ઓપરેશન બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

આ પણ વાંચો:ચારધામના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર, ભીડને જોતા લેવાયો મોટો નિર્ણય