મુંબઇમાં/ મેટ્રો સ્ટેશન પર ભાડે મળશે સાઈકલ, જાણો કેટલું ભાડું ચૂકવવું પડશે

મુંબઈના દહિસર-કાંદિવલી-ગોરેગાંવ મેટ્રો લાઈન આઠ વર્ષના લાંબા અંતરાલ પછી શનિવારથી મુંબઈ માટે શરૂ થઈ છે

Top Stories India
2 3 મેટ્રો સ્ટેશન પર ભાડે મળશે સાઈકલ, જાણો કેટલું ભાડું ચૂકવવું પડશે

ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મુંબઈમાં બે નવી મેટ્રો લાઈનોને લીલી ઝંડી બતાવી હતી. મુંબઈના દહિસર-કાંદિવલી-ગોરેગાંવ મેટ્રો લાઈન આઠ વર્ષના લાંબા અંતરાલ પછી શનિવારથી મુંબઈ માટે શરૂ થઈ છે. આ બે લાઇનની સાથે જ લોકોને વધુ એક ભેટ મળી છે.

મુંબઈમાં નવા મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યા છે. ત્યાંથી લોકોને તેમના ઘર કે ઓફિસ જવા માટે બસ અથવા ઓટો રિક્ષા લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તેને ધ્યાનમાં રાખીને મેટ્રો સ્ટેશન પર સાયકલની સુવિધા શરૂ કરવામાં આવી છે. સાયકલની આ સુવિધા મેટ્રો સ્ટેશન પર My Bike (MYBYK) નામની એપ દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ સાયકલની સુવિધાનો લાભ લેવા માટે તમારે તમારા મોબાઈલમાં MYBYK નામની એપ ડાઉનલોડ કરવાની રહેશે અને ત્યારપછી એપ દ્વારા તમે આ સાયકલનું લોક ખોલી શકશો અને લોક ખુલતાની સાથે જ તમારું ભાડું શરૂ થઈ જશે. સાયકલનું ભાડું ઘણું ઓછું છે, તમે ₹2 પ્રતિ કલાકમાં સાયકલ ભાડે લઈ શકો છો.

જ્યાં સુધી તમારી પાસે સાયકલ છે, તમારે ₹2 પ્રતિ કલાકનું ભાડું ચૂકવવું પડશે અને તે પછી તમે મેટ્રો સ્ટેશનની નીચે સાયકલ પાર્ક કરી શકો છો. મેટ્રો સ્ટેશન હેઠળ સાયકલની આ સુવિધા મુંબઈના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, તેઓ કસરત પણ કરશે અને ભાડું પણ બચાવશે.