Not Set/ કોવિડ-19/ ઓક્સફોર્ડ઼ વેક્સીનનાં માનવ પરીક્ષણનું અંતિમ ટ્રાયલ, ભારતમાં પાંચ જગ્યાઓની પસંદગી

  કોવિડ-19 ની સારવાર માટે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત રસીનાં માનવ ટ્રાયલનાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે દેશભરમાં પાંચ સ્થળોએ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી) નાં સચિવ, રેનુ સ્વરૂપે સોમવારે આ માહિતી આપી. સ્વરૂપે કહ્યું કે આ એક જરૂરી પગલું છે, કારણ કે ભારતીયોને રસી આપતા પહેલા દેશમાં ડેટા ઉપલબ્ધ હોવો જરૂરી છે. […]

India
b504315c3c1d747023fba2a7272d6d83 1 કોવિડ-19/ ઓક્સફોર્ડ઼ વેક્સીનનાં માનવ પરીક્ષણનું અંતિમ ટ્રાયલ, ભારતમાં પાંચ જગ્યાઓની પસંદગી
 

કોવિડ-19 ની સારવાર માટે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત રસીનાં માનવ ટ્રાયલનાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે દેશભરમાં પાંચ સ્થળોએ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી) નાં સચિવ, રેનુ સ્વરૂપે સોમવારે આ માહિતી આપી. સ્વરૂપે કહ્યું કે આ એક જરૂરી પગલું છે, કારણ કે ભારતીયોને રસી આપતા પહેલા દેશમાં ડેટા ઉપલબ્ધ હોવો જરૂરી છે. ઓક્સફર્ડ અને તેના ભાગીદાર એસ્ટ્રાઝેનેકાએ રસીની સફળતા બાદ વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક ધ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા‘ (સીઆઈઆઈ) ને તેના ઉત્પાદન માટે પસંદ કરેલ છે.

પ્રથમ બે-તબક્કાનાં પરીણામો આ મહિનાની શરૂઆતમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા. સ્વરૂપ અનુસાર, ડીબીટી ભારતમાં કોઈપણ કોવિડ-19 રસીનાં પ્રયત્નોનો એક ભાગ છે, ‘ભલે તે આર્થિક સહાય હોય, ભલે નિયમનકારી મંજૂરીઓને સુવિધા હોય અથવા તેઓને દેશની અંદર વિવિધ નેટવર્કમાં પ્રવેશ કરવાનુ હોય.તેમણે કહ્યું, ‘હવે ડીબીટી ફેઝ III ક્લિનિકલ સાઇટ્સની સ્થાપના કરી રહી છે. અમે તેના પર પહેલેથી જ કામ શરૂ કરી દીધું છે અને ત્રીજા તબક્કે ટ્રાયલ્સ માટે પાંચ સ્થાનો ઉપયોગ માટે તૈયાર છે.

પુણે સ્થિત સીઆઈઆઈએ સંભવિત રસીઓનાં માનવ ક્લિનિકલ ટ્રાયલ્સનાં બીજા અને ત્રીજા તબક્કાની કાર્યવાહી કરવા માટે ભારતીય દવા નિયમનકારની મંજૂરી માંગી છે. ડીબીટી સેક્રેટરીએ કહ્યું, ‘ડીબીટી દરેક ઉત્પાદકો સાથે કામ કરી રહ્યું છે અને સીરમ (ઇન્સ્ટિટ્યૂટ) ની ત્રીજુ પરીક્ષણ મહત્વપૂર્ણ છે, કારણ કે જો રસી સફળ થાય અને તે ભારતનાં લોકોને આપવામાં આવશે તો આપણી પાસે દેશની અંદર ડેટા ઉપલબ્ધ હોવા જરૂરી છે.‘ તેમણે કહ્યું, ‘આ માટે ત્રીજા તબક્કાનું પરીક્ષણ પ્રસ્તાવિત કરવામાં આવેલ છે. પાંચ સ્થાનો તૈયાર છે. તેઓ ઉત્પાદકો માટે તૈયાર હોવા જોઈએ જેથી તેઓ તેનો ઉપયોગ ક્લિનિકલ ટ્રાયલ્સ માટે કરી શકાય. આ અગાઉ, 20 જુલાઈએ, વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી હતી કે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કોરોનાવાયરસની સારવાર માટે વિકસાવવામાં આવેલી રસી સલામત લાગે છે અને પરીક્ષણ દરમિયાન તેના અસરકારક પરિણામો બહાર આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.