Not Set/ અમેરિકાના રાષ્ટ્રપતિના અફઘાનિસ્તાન છોડવાના નિર્ણય મામલે દેશમાં ભારે નારાજગી , બિડેનની એપ્રુવલ રેટિંગમાં ઘટાડો

અમેરિકન સૈનિકો પાછા બોલાવ્યા  બાદ લોકોએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સામે નારાજગી વ્યક્ત કરી છે

World
biden અમેરિકાના રાષ્ટ્રપતિના અફઘાનિસ્તાન છોડવાના નિર્ણય મામલે દેશમાં ભારે નારાજગી , બિડેનની એપ્રુવલ રેટિંગમાં ઘટાડો

અફઘાનિસ્તાન અને તાલિબાન શાસનમાંથી અમેરિકન સૈનિકો પાછા બોલાવ્યા  બાદ લોકોએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સામે નારાજગી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિના આ નિર્ણયનો અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ જો બિડેનની એપ્રુવલ  રેટિંગ ઘટી ગયું છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પાછા બોલાવ્યા બાદ તે સૌથી નીચા સ્તરે છે. 15 ઓગસ્ટે તાલિબાને કાબુલ પર કબજો કર્યો અને 31 ઓગસ્ટ સુધીમાં અમેરિકાએ તેના તમામ સૈનિકો અને નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢયા.

બે ખાનગી એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની એપ્રુવલ રેટિંગ ઘટીને 43 ટકા થયું છે. રાષ્ટ્રપતિ બન્યા બાદથી સૌથી નીચલા સ્તર પર રહેલા જો બિડેન, તેમની વિદેશ નીતિ માટે મોટાભાગના અમેરિકનો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે , તેમજ અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચવામાં બિડેનની ભૂમિકાને નિષ્ફળતા તરીકે ગણવામાં આવે છે

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના  નિર્ણયને  બિડેનને નિશાન બનાવ્યો  હતાે. ટ્રમ્પે કહ્યું હતું કે બિડેનનો નિર્ણય વાજબી નથી,જ્યારે  બિડેને આ નિર્ણયને યુએસ સૈન્ય અને રાષ્ટ્રના હિતમાં જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિ બિડેનના આ નિર્ણયનો માત્ર રાજકીય પક્ષોએ જ વિરોધ કર્યો નથી. આ ઉપરાંત  યુએસ આર્મીના ભૂતપૂર્વ અધિકારીઓએ પણ વિરોધ કર્યો છે. પૂર્વ અધિકારીઓએ અફઘાનિસ્તાનમાં અમેરિકાની નિષ્ફળતાને લઈને લશ્કરી કર્મચારીઓ અને અધિકારીઓના રાજીનામાની માંગ કરી છે. લેફ્ટનન્ટ જનરલ વિલિયમ જેરીએ કહ્યું કે આ વ્હાઇટ હાઉસ, સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ડિફેન્સ મિનિસ્ટ્રીની સંપૂર્ણ નિષ્ફળતા છે.