કૃષિ આંદોલન/ ખેડૂતોનું મોટું એલાન, અદાણી-અંબાણી સહિતનાં કોર્પોરેટરની ચીજોનો કરાશે બહિષ્કાર

ખેડૂતોએ એક મોટુ એલાન કરતા Jio નાં તમામ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની મોટી જાહેરાત કરી છે.

Top Stories India
corona 153 ખેડૂતોનું મોટું એલાન, અદાણી-અંબાણી સહિતનાં કોર્પોરેટરની ચીજોનો કરાશે બહિષ્કાર

કૃષિ કાયદાઓ વિરુદ્ધ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સરહદ પર ઠંડીમાં થીજી રહેલા ખેડૂતોએ ગઇ કાલે ​​કેન્દ્ર સરકારનાં પ્રસ્તાવને ફગાવી દીધો હતો. મંગળવારે ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા પછી બુધવારે કેન્દ્ર સરકારે ખેડૂતોને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને ખેડૂતોએ સર્વાનુમતે નામંજૂર કરી દીધો હતો. આ સાથે ખેડૂતોએ એક મોટુ એલાન કરતા Jio નાં તમામ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની મોટી જાહેરાત કરી છે.

corona 154 ખેડૂતોનું મોટું એલાન, અદાણી-અંબાણી સહિતનાં કોર્પોરેટરની ચીજોનો કરાશે બહિષ્કાર

આપને જણાવી દઇએ કે, ખેડૂતોએ સરકારનાં ત્રણ કૃષિ કાયદા સામે લડત જાહેર કરી છે. ખેડૂતો સરકારનાં આ કાયદાને અંબાણી-અદાણીનાં કાયદા ગણાવી રહ્યા છે. આ હવે વધુ સ્પષ્ટ થયું હતું જ્યારે ખેડૂતોએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ કંપનીઓનાં માલનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. બુધવારે કેન્દ્ર સરકારે મોકલેલા પ્રસ્તાવ પર ખેડૂતોએ બેઠક કરી, જેમાં આ દરખાસ્તને નકારી કાઠવામાં આવી હતી. બેઠક બાદ ખેડૂત નેતાઓએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કે, ખેડૂતો Jio નાં તમામ ઉત્પાદનોનો બહિષ્કાર કરશે. આપને જણાવી દઇએ કે, મીટિંગમાં કયા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

corona 155 ખેડૂતોનું મોટું એલાન, અદાણી-અંબાણી સહિતનાં કોર્પોરેટરની ચીજોનો કરાશે બહિષ્કાર

1. તમામ સંસ્થાઓએ નિર્ણય લીધો કે સરકાર દ્વારા મોકલવામા આવેલ દરખાસ્ત સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જો સરકાર બીજી દરખાસ્ત મોકલે તો તેના પર વિચાર કરવામાં આવશે.
2. જિઓ સિમ અને જિઓનાં ઉત્પાદનો દેશમાં ગમે ત્યા હોય, તેના મોલ અથવા દુકાનનો બહિષ્કાર કરવામાં આવશે.
3. 14 મી તારીખે, દેશનાં તમામ જિલ્લા મથકો કોર્ડન કરવામાં આવશે. આ સાથે, અમે આખા દેશમાં રોજ પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશું.
4. જયપુર-દિલ્હી હાઇવે 12 મી સુધીમાં સંપૂર્ણ રીતે અવરોધિત થશે. 12 મી પહેલા પણ રોકી શકાય છે, જ્યારે 12 મીથી પૂર્ણરૂપે બંધ કરવામાં આવશે.
5. અદાણી-અંબાણીનાં જે પણ ઉત્પાદનો ગમે છે. જે પણ મોલ્સ છે અથવા અન્ય મોલ્સ છે તેનો બહિષ્કાર કરવામાં આવશે. તેઓ પણ ઘેરાયેલા રહેશે.
6. ભાજપનાં નેતાઓ કે જનપ્રતિનિધિઓ અને ટોલ પ્લાઝા દેશભરમાં ઘેરાવ કરવામાં આવશે.
7. 12 તારીખનાં રોજ એક દિવસ માટે દેશભરમાં ટોલ પ્લાઝા મફત કરવામાં આવશે.

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

શહેરમાં કોરોનાનો કહેર, કોરોના વોરિયર્સ પોઝિટિવ આવતા ફફડાટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો