Not Set/ મિતાલી રાજનાં જન્મ દિવસ પર મોટી ઘોષણા, તેની બાયોપિકમાં તાપસી પન્નૂ કરશે અભિનય

છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા હતી કે, તાપસી પન્નૂ ટૂંક સમયમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની બાયોપિક કરવા જઈ રહી છે. પરંતુ તાપસી પન્નૂએ માત્ર આ સમાચાર પર સ્ટેમ્પ નથી લગાવ્યો પરંતુ મિતાલીએ મોટુ વચન પણ આપ્યું છે. મિતાલી રાજ તેનો 37 મો જન્મદિવસ મનાવી રહી છે. આવી સ્થિતિમાં તાપસી પન્નૂએ તેના સોશિયલ […]

Uncategorized
Tapsi Pannu મિતાલી રાજનાં જન્મ દિવસ પર મોટી ઘોષણા, તેની બાયોપિકમાં તાપસી પન્નૂ કરશે અભિનય

છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા હતી કે, તાપસી પન્નૂ ટૂંક સમયમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજની બાયોપિક કરવા જઈ રહી છે. પરંતુ તાપસી પન્નૂએ માત્ર આ સમાચાર પર સ્ટેમ્પ નથી લગાવ્યો પરંતુ મિતાલીએ મોટુ વચન પણ આપ્યું છે. મિતાલી રાજ તેનો 37 મો જન્મદિવસ મનાવી રહી છે. આવી સ્થિતિમાં તાપસી પન્નૂએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં મિતાલી રાજ કેક કાપતી જોવા મળી રહી છે. તો તાપસી પણ તેની સાથે ત્યાં ઉભી દેખાઇ રહી છે. આ ખાસ તસવીરો શેર કરતી વખતે, તાપસીએ મિતાલીને જન્મદિવસની શુભકામનાઓ આપીને એક લાંબી અને વિશાળ પોસ્ટ લખી છે અને તેને એક મોટું વચન પણ આપ્યું છે.

તાપસી પન્નૂએ સોશિયલ મીડિયા પર લખ્યું ‘હેપ્પી બર્થ ડે કેપ્ટન મિતાલી રાજ. તમે અમને ગર્વ કરવાની તક આપી છે. તમારી યાત્રાને સ્ક્રીન પર બતાવવી મારા માટે સમ્માનની વાત હશે. આ જન્મદિવસ પર મારે તમને શું ભેટ આપવી જોઈએ તે સમજાતું નથી. પરંતુ હું ચોક્કસપણે વચન આપીશ કે હું તમને સારી રીતે સ્ક્રીન પર લાવવા મારી બધી મહેનત આપી દઇશ. જેને જોઇને તમે ગર્વ કરશો. હું કવર ડ્રાઇવ શીખવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું.

Instagram will load in the frontend.

જો કે, આજકાલ બોલિવૂડમાં બાયોપિક ફિલ્મોની લહેર ચાલી રહી છે. જેમાં નિર્માતા મોટાભાગનાં ખેલાડીઓની સ્ટોરીને પડદા પર લાવી રહ્યા છે. જેને પ્રેક્ષકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ભાગ મિલ્ખા ભાગ, સુરમા, મેરી કોમ, એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી જેવી ફિલ્મો પહેલા જ ધૂમ મચાવી ચૂકી છે. જ્યારે ઘણા ખેલાડીઓનાં જીવન પરની ફિલ્મો લગભગ તૈયાર છે. આવી સ્થિતિમાં મિતાલી રાજ પર એક ફિલ્મ પણ બનવા જઈ રહી છે. આ બાયોપિક તાપસી પન્નૂ માટે એક ચેલેન્જથી કમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.