ODI World Cup 2023/ વર્લ્ડ કપ 2023ની મેચ વચ્ચે કેપ્ટન રોહિત શર્માની મોટી બેદરકારી!!

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રિષભ પંતના અકસ્માતને ફેન્સ હજુ પણ ભૂલી શક્યા નથી અને આવી જ એક ભૂલ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ કરી છે.

Trending Sports
YouTube Thumbnail 2023 10 19T112226.954 વર્લ્ડ કપ 2023ની મેચ વચ્ચે કેપ્ટન રોહિત શર્માની મોટી બેદરકારી!!

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રિષભ પંતના અકસ્માતને ફેન્સ હજુ પણ ભૂલી શક્યા નથી અને આવી જ એક ભૂલ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ કરી છે. વાસ્તવમાં રોહિત શર્માને બાંગ્લાદેશ સામેની મેચ પહેલા સ્પીડિંગ દંડ ફટકાવમાં આવ્યો છે. રોહિત શર્મા પુણે-મુંબઈ એક્સપ્રેસ વે પર 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી હતી, ત્યારબાદ તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, રોહિતને સ્પીડિંગ માટે ત્રણ ટ્રાફિક દંડ ફટકાર્યા છે.

માહિતી અનુસાર, બાંગ્લાદેશ સામેની મેચમાં ભાગ લેવા માટે રોહિત શર્મા પોતાની કાર ચલાવીને મુંબઈથી પૂણે જઈ રહ્યો હતો. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, રોહિત શર્મા લગભગ 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. આ દરમિયાન તેની સ્પીડ ક્યારેક 215 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી ગઈ હતી. આટલી વધુ ઝડપને કારણે રોહિત શર્માના નામે ત્રણ ઓનલાઈન ચલણ જારી કરવામાં આવ્યા છે. ,

નોંધનીય છે કે, ઓવરસ્પીડના કારણે ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર રિષભ પંત ડિસેમ્બર 2022માં દિલ્હીથી રૂરકી ઘરે જતી વખતે રોડ અકસ્માતનો શિકાર બન્યો હતો. આ દરમિયાન એક ભયાનક અકસ્માતમાં પંતનો જીવ બચી ગયો હતો.

રોહિત શર્માએ તાજેતરમાં અફઘાનિસ્તાન સામે સદી અને પાકિસ્તાન સામે 86 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયા 3માંથી 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.


whatsapp ad White Font big size 2 4 વર્લ્ડ કપ 2023ની મેચ વચ્ચે કેપ્ટન રોહિત શર્માની મોટી બેદરકારી!!


આ પણ વાંચો: Karnataka/ ફૂટપાથ પર ચાલતા પાંચ લોકોને કાર ચાલકે એક ઝાટકે ઉડાવી દીધા, જુઓ વીડિયો

આ પણ વાંચો: Gyanvapi Case/ શું જ્ઞાનવાપીમાં પૂજા કરવાની પરવાનગી મળશે?

આ પણ વાંચો: ODI World Cup 2023/ આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ જંગ, કેવી છે પુણેની પીચ?