Gujarat News/ ગુજરાતમાં GST ચોરીનો મોટો મામલો: રૂ. 34 કરોડની નકલી ટેક્સ ક્રેડિટ પર ઇન્ફિનિટી એક્ઝિમના ભાગીદારની ધરપકડ

Gujarat News : ગુજરાત GST વિભાગે કોપરની ખોટી ખરીદી બતાવીને ખોટી રીતે રૂપિયા 34 કરોડની ટેક્સ ક્રેડિટ માટે ઈન્ફિનિટી એક્ઝમના ભાગીદારની ધરપકડ કરી છે.

Gujarat Breaking News

Gujarat News : ગુજરાત રાજ્ય GST વિભાગના દરોડામાં ઇન્ફિનિટી એકિઝમના ભાગીદાર પ્રગ્નેશ કંટારિયાની કરચોરીના ગંભીર આરોપમાં પરપકડ કરી છે. કંપનીએ કોપરની નકલી ખરીદી બતાવીને રૂ. 34 કરોડથી વધુની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હતી.

રાજ્ય GSTની તપાસ શાખાએ સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગરમાં તીબાના વ્યવસાય સાથે સંકળાયેલી 14 કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. 11 નવેમ્બરે શરૂ થયેલા સર્ચ ઓપરેશનમાં વિભાગે ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝના ભાગ સંદીપ વિરાણીની સુરતમાંથી રૂ. 19,46 કરોડની જીએસટી ચોરીના આરોપસર પરપકડ કરી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઇન્ફિનિટી એકિઝમ સહિત અનેક કંપનીઓ તાંબાની નકલી ખરીદી બતાવીને સરકારને કરોડોનું નુકસાન કરી રહી છે. કંપનીઓએ ખોટા નાણાંકીય વ્યવહારો બતાવીને ખોટી ટેક્સ ક્રેડિટની દાવો કર્યો હતી. પ્રગ્નેશ કંટારિયા અગાઉ પણ સેન્ટ્રલ GST હેઠળ કરચોટીના કેસમાં સંડોવાયેલા હતા. આ વખતે તપાસમાં બહાર આવ્યું છે તેઓએ કોપટ સ્કેપની નકલી ખરીદીના આધારે રૂ. 186 કરોડના નકલી વ્યવહારો બતાવીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું.

GST કાયદાની કલમ 132(1) (C) હેઠળ, ગુનો ગંભીર શ્રેણીમાં આવે છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લાં 4 નાણાંકીય વર્ષથી GST ચોરીના 12,803 કેસો નોંધાયા છે અને 101 લોકોની ધરપકડ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ચાર વર્ષમાં GST ચોરીના 12803 કેસ નોંધાયા, 101 લોકોની ધરપકડ

આ પણ વાંચો: રૂ. 52,394 કરોડ, ગુજરાતમાંથી પકડાઈ આટલી જંગી GST ચોરી

આ પણ વાંચો: દેશનો સૌથી મોટો GST ચોર ઝડપાયો સુરત શહેર ઇકોસેલે સુફિયાન કાપડિયાની ધરપકડ કરી 2 હજાર 700 કરોડની GST ચોરી કરી છે સુફીયાને ખોટા દસ્તાવેજના આધારે બોગસ પેઢીઓ ખોલી બોગસ પેઢીઓ ખોલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અત્યાર સુધી કુલ પોલીસ દ્વારા 19 આરોપીઓની ધરપકડ કરોડોની GST ચોરી કંઈ જગ્યાએ વાપરી તે બાબતે તપાસ