Political/ ગુજરાતનાં રાજકારણથી આવ્યા મોટા સમાચાર, ભાજપ નેતા મનસુખ વસાવાએ આપ્યું રાજીનામું

ગુજરાતનાં રાજકારણને લઇને એખ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપનાં દિગ્ગજ નેતા ગણાતા મનસુખ વસાવાએ રાજીનામુ આપી દીધુ છે….

Gujarat Others
zzas1 30 ગુજરાતનાં રાજકારણથી આવ્યા મોટા સમાચાર, ભાજપ નેતા મનસુખ વસાવાએ આપ્યું રાજીનામું

ગુજરાતનાં રાજકારણને લઇને એખ મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપનાં દિગ્ગજ નેતા ગણાતા મનસુખ વસાવાએ રાજીનામુ આપી દીધુ છે. આપને જણાવી દઇએ કે, ભાજપ નેતા મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ C R Patil ને લેખિતમાં રાજીનામું આપ્યું છે.

જણાવી દઇએ કે, મનસુખ વસાવાનાં રાજીનામાંનો લેખિત પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોતાના પત્રમાં મનસુખ વસાવાએ પાર્ટી પર કોઈ પણ આરોપ પ્રતિઆરોપ કર્યા વિના એક મુખ્ય કારણ આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે મારી ભૂલથી પાર્ટીને કોઈ નુકસાન ન પહોંચે તેની માટે હું રાજીનામું આપું છું.

zzas1 31 ગુજરાતનાં રાજકારણથી આવ્યા મોટા સમાચાર, ભાજપ નેતા મનસુખ વસાવાએ આપ્યું રાજીનામું

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ બાદ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજ્યનાં રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા એ હાલ ભાજપમાંથી રાજીનામું આપી દીધુ છે. ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલી પણ દીધો છે. તેમણે વધુમાં લખ્યું છે કે, પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મૂકવા કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણે-અજાણે પણ ભૂલ થતી હોય છે, અને મારી ભૂલના કારણે પક્ષને નુક્સાન ના થાય તે માટે હું રાજીનામું આપું છું. જે બદલ મને ક્ષમા કરશો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો