જાહેરાત/ હવે ખર્ચ ઘટાડવા માટે નવું પેટ્રોલ E20 આવશે, જાણો શું છે પેટ્રોલ E20 ?

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે હવે એક રાહતના સમાચાર એ આવ્યા છે કે બાઈક્સ અને કારોમાં E20 પેટ્રોલના ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. E20 નો અર્થ એ થયો કે એવું પેટ્રોલ કે જેમાં 20 ટકા ઈથેનોલ  ભેળવેલું હશે. રોડ અને પરિવહન

Trending Business
e20 હવે ખર્ચ ઘટાડવા માટે નવું પેટ્રોલ E20 આવશે, જાણો શું છે પેટ્રોલ E20 ?

પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે હવે એક રાહતના સમાચાર એ આવ્યા છે કે બાઈક્સ અને કારોમાં E20 પેટ્રોલના ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. E20 નો અર્થ એ થયો કે એવું પેટ્રોલ કે જેમાં 20 ટકા ઈથેનોલ  ભેળવેલું હશે. રોડ અને પરિવહન મંત્રાલયે E20 ના ઉપયોગ માટે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. મંત્રાલય તરફથી કહેવાયું છે કે E20 એક એવું પેટ્રોલ છે, જે વાતાવરણ માટે પણ સારું છે. કારણ કે તેનાથી કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોકાર્બન સામાન્ય પેટ્રોલની સરખામણીએ ખુબ ઓછા નીકળે છે. આ ઈંધણ માટે કાર અને બાઈક મેન્યૂફેક્ચર્સને અલગથી જણાવવાનું રહેશે કે કયું વાહન E20 માટે યોગ્ય છે, આ માટે વાહનમાં એક સ્ટીકર પણ લગાવવાનું રહેશે. 

Centre, Auto Industry Not on Same Page Over Electric Vehicle Goals

 2014માં પેટ્રોલમાં 1 ટકાથી પણ ઓછું ઈથેનોલ બ્લેન્ડ કરાતું હતું એટલે કે ભેળવવામાં આવતું હતું. ત્યારબાદ તેને વધારીને 8.5 ટકા કરાયું. હવે પેટ્રોલમાં 10 ટકા ઈથેનોલ ભેળવવાનું લક્ષ્ય છે. પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાના અનેક ફાયદા છે.  ઈથેનોલ ભેળવવાનો પહેલો ફાયદો એ છે કે પેટ્રોલિયમ પર ભારતની નિર્ભરતા ઘણી ઓછી થવા લાગશે. હાલ ભારત પોતાની જરૂરિયાતનો 83 ટકા ઓઈલનો જથ્થો આયાત કરે છે., કાર્બન ડાયોક્સાઈડ (CO2) ઓછો ઉત્પન્ન થશે તો વાતાવરણને પણ નુકસાન ઓછું થશે. , ઈથેનોલનો ઉપયોગ વધવાથી ખેડૂતોને ફાયદો થશે, તેમની આવક વધશે, કારણ કે ઈથેનોલ શેરડી, મકાઈ અને અન્ય કેટલાક પાકમાંથી બનાવવામાં આવે છે.,ખાંડની મિલોને કમાણીનો એક નવો સ્ત્રોત મળશે જેના દ્વારા તેઓ કૃષિની બાકી રકમ ચૂકવી શકશે. ઈથેનોલ ખુબ સસ્તુ છે આથી ગ્રાહકોને પણ પેટ્રોલના આગ ઝરતા ભાવોમાં થોડી રાહત મળવાની આશા છે.

India aims to go all-electric on roads by 2032 - The National

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…