ગુજરાત કોંગ્રેસ/ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મોટી રાહત, હવે એક વર્ષ સુધી રાજ્ય બહાર જવા નહી લેવી પડે મંજુરી

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને  સેશન્સ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેઓ આગામી 1 વર્ષ સુધી ગુજરાત રાજ્ય બહાર મુસાફી કરી શકે છે. બહાર જવાની મંજૂરી મળતા હાર્દિકને મોટી રાહત મળી છે. 

Top Stories
indira gandhi 1 કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને મોટી રાહત, હવે એક વર્ષ સુધી રાજ્ય બહાર જવા નહી લેવી પડે મંજુરી

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને  સેશન્સ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેઓ આગામી 1 વર્ષ સુધી ગુજરાત રાજ્ય બહાર મુસાફી કરી શકે છે. બહાર જવાની મંજૂરી મળતા હાર્દિકને મોટી રાહત મળી છે.

ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહના ગુના સબબ હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. અને તે મામલે ગુજરાત બહાર નહિ જવાની શરતે તેમને જામીન મળેલ હતા.  અગાઉ ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને 11મી નવેમ્બર થી 2 ડિસેમ્બર 2020 સુધીમાં 17 દિવસ ગુજરાત બહાર જવા-આવવાની મંજૂરી આપી હતી.

રાજદ્રોહ કેસમાં કોર્ટ સમક્ષ હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે કાઢવામાં આવેલા વોરન્ટ બાદ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક પટેલને ગુજરાત ન છોડવાની શરતે જામીન આપ્યા હતા.  અને માટે જ હાર્દિક પટેલ દ્વારા ગુજરાત બહાર જવા માટે કોર્ટ પાસેથી મંજૂરી માંગવી પડે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર તરીકે રાજકીય કારકિર્દી ની જમાવટ કરનાર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે.

રથયાત્રા 2021 / આવતીકાલે શરતી મંજૂરી સાથે જળયાત્રા નિશ્ચિત, રથયાત્રા સાદગી થી ઉજવાય તેવા સંકેત

સેક્સ રેકેટનો પર્દાફાશ: વડોદરામાં હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું, હોટલ મેનેજર સહિત 3 ની ધરપકડ

રસીકરણ: સ્માર્ટ સિટીની સ્વાસ્થ્ય તરફ હરણફાળ,70 ટકા રસીકરણ સાથે રાજ્યમાં ચોથા ક્રમે