Worldcup/ વર્લ્ડકપમાં મોટો અપસેટ સર્જાયો,અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું

વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમની આ બીજી હાર છે. આ પહેલા ઈંગ્લેન્ડને પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Top Stories Sports
4 30 વર્લ્ડકપમાં મોટો અપસેટ સર્જાયો,અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું

અફઘાનિસ્તાને ICC ક્રિકેટ વર્લ્ડ કપની 13મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમની આ બીજી હાર છે. આ પહેલા ઈંગ્લેન્ડને પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ સામે ઈંગ્લેન્ડને એક જીત મળી છે.ઈંગ્લેન્ડ સામેની મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 49.5 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 40 ઓવરમાં 190 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાને ત્રણ અને નબીએ બે વિકેટ ઝડપી હતી.

285 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી ન હતી. ટીમે બીજી જ ઓવરમાં જોની બેરસ્ટોની વિકેટ ગુમાવી દીધી હતી. બેયરસ્ટો માત્ર બે રન બનાવી શક્યો હતો. સ્ટાર બેટ્સમેન જો રૂટ માત્ર 11 રનનું યોગદાન આપી શક્યો હતો. મુજીબે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. ડેવિડ માલાને 32 રન બનાવ્યા હતા. કેપ્ટન જોસ બટલર પણ કંઈ અદભૂત દેખાડી શક્યો ન હતો અને 18 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોન 14 બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. ઈંગ્લેન્ડે 117ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. સેમ કુરેને 10 રન બનાવ્યા હતા. ક્રિસ વોક્સ 9 રને કેચ આઉટ થયો હતો. આ પછી હેરી બ્રુકની મોટી વિકેટ પડી. મુજીબે તેને કેચ આઉટ કરાવ્યો હતો. બ્રુકે 61 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી.