અકસ્માતો/ ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેન અકસ્માત

ઓડિશામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે ત્રણ ટ્રેન – બે પેસેન્જર અને એક માલગાડી – અથડાયા હતા, જેમાં 300થી વધુ લોકોના મોત થયા હતા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

Top Stories India
Biggest Train accident ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેન અકસ્માત

ઓડિશામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટી Biggest Train Accident દુર્ઘટના બની હતી જ્યારે ત્રણ ટ્રેન – બે પેસેન્જર અને એક માલગાડી – અથડાયા હતા, જેમાં 300થી વધુ લોકોના મોત થયા હતા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોની સંખ્યા વધી શકે છે.

  • સાત જુલાઈ, 2011 ના રોજ, છપરા-મથુરા એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના એટા જિલ્લા નજીક બસ સાથે અથડાઈ હતી, જેમાં 69 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત માનવરહિત લેવલ ક્રોસિંગ પર સવારે 1.55 વાગ્યે થયો હતો. ટ્રેન ખૂબ જ ઝડપે આગળ વધી રહી હતી અને બસને ટક્કર માર્યા બાદ તે બસને અડધો કિલોમીટર સુધી ખેંચી ગઈ હતી.
  • વર્ષ 2012 ભારતીય રેલ્વેના ઈતિહાસમાં ટ્રેન અકસ્માતોની દ્રષ્ટિએ સૌથી ખરાબ વર્ષ માનવામાં આવે છે. આ વર્ષે લગભગ 14 ટ્રેન અકસ્માતો નોંધાયા હતા, જેમાં પાટા પરથી ઉતરી જવું મુખ્ય છે.
  • 30 જુલાઈ 2012 ના રોજ, નેલ્લોર નજીક Biggest Train Accident દિલ્હી-ચેન્નઈ તમિલનાડુ એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા.
  • 26 મે 2014ના રોજ, ગોરખપુર જતી ગોરખધામ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના સંત કબીર નગર વિસ્તારમાં ખલીલાબાદ સ્ટેશન પાસે રોકાયેલી માલગાડી સાથે અથડાઈ હતી, જેમાં 25 લોકોના મોત થયા હતા અને 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
  • 20 માર્ચ 2015ના રોજ દેહરાદૂનથી વારાણસી Biggest Train Accident જતી જનતા એક્સપ્રેસમાં એક મોટો અકસ્માત થયો હતો. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બછરાવન રેલ્વે સ્ટેશન નજીક ટ્રેનનું એન્જિન અને તેની બાજુના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતાં 30 થી વધુ લોકોના મોત થયા હતા અને લગભગ 150 લોકો ઘાયલ થયા હતા.
  • 20 નવેમ્બર 2016ના રોજ, ઈન્દોર-પટના એક્સપ્રેસ 19321 કાનપુરના પુખરાયન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં ઓછામાં ઓછા 150 મુસાફરોના મોત થયા હતા અને 150 થી વધુ ઘાયલ થયા હતા.
  • 19 ઓગસ્ટ, 2017 ના રોજ, હરિદ્વાર અને પુરી વચ્ચે Biggest Train Accident ચાલતી કલિંગ-ઉત્કલ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખતૌલી પાસે અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 21 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 97 ઘાયલ થયા હતા.
  • 23 ઓગસ્ટ, 2017ના રોજ, ઉત્તર પ્રદેશના ઔરૈયા પાસે દિલ્હી જતી કૈફિયત એક્સપ્રેસના નવ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં ઓછામાં ઓછા 70 લોકો ઘાયલ થયા હતા.
  • 13 જાન્યુઆરી, 2022 ના રોજ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર ખાતે બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના ઓછામાં ઓછા 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 36 લોકો ઘાયલ થયા હતા.

 

આ પણ વાંચોઃ ભયાનક/ ઓડિશાના રેલવે અકસ્માતનો મૃત્યઆંક 300ને વટાવી ગયો

આ પણ વાંચોઃ Accident/ ટ્રેનમાં બેઠેલા મુસાફરે વર્ણવી દર્દનાક કહાણી, ચોમેર મૃતદેહ જોવાતા હતા

આ પણ વાંચોઃ Accident/ ઓડિશામાં ટ્રેન અકસ્માત અંગે ગૃહમંત્રી અમિત શાહ સાથે અનેક રાજકિય નેતાઓએ શોક વ્યક્ત કર્યો