PM Modi-CM Nitish Kumar/ બિહાર: CM નીતિશકુમારે એવી કઈ વાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખિલખિલાટ હસવા લાગ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઔરંગાબાદમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને તેમના આવકાર માટે લાવવામાં આવેલ સ્વાગત માળાની અંદર ખેંચ્યા અને તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યો.

Top Stories India
YouTube Thumbnail 2024 03 02T162458.352 બિહાર: CM નીતિશકુમારે એવી કઈ વાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખિલખિલાટ હસવા લાગ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઔરંગાબાદમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને તેમના આવકાર માટે લાવવામાં આવેલ સ્વાગત માળાની અંદર ખેંચ્યા અને તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યો. દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ મંચ પર હાજર હતા. તેમણે પોતાના ભાષણમાં કંઈક એવું કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોર જોરથી હસવા લાગ્યા. નીતિશ કુમારે કહ્યું, ‘તમે પહેલા અંહી આવ્યા ત્યારે અમે ગાયબ થઈ ગયા હતા, પરંતુ હવે અમે ખાતરી આપીએ છીએ હવે અમે અહીં-ત્યાં ક્યાંય નહી જઈએ, તમારી સાથે જ રહીશું.

નોંધનીય છે કે ઔરંગબાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે રાજ્યમાં રૂ. 21,400 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. સીએમ નીતીશ કુમારે કહ્યું, “બિહાર આગળ વધે એ અમારી ઈચ્છા છે. તમે રાજ્ય માટે જે કામ કરી રહ્યા છો, સાથે મળીને દરેક વ્યક્તિ સ્વસ્થ થાય અને દરેકે આગળ વધવું જોઈએ.” નીતિશે હસતાં હસતાં કહ્યું, “હું ખૂબ ખુશ છું કે આજે વડાપ્રધાન આવ્યા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે મોદીજી બિહાર આવતા જ રહેશે. હું આનાથી ખુશ છું.” નીતીશ કુમારે વડાપ્રધાન મોદીના ‘આ વખતે અમે 400 પાર કરીશું’ના સૂત્રને પણ પુનરોચ્ચાર કર્યો અને કહ્યું, “અમને વિશ્વાસ છે કે આ વખતે તમે ઓછામાં ઓછી 400 સીટો જીતશો. લોકો અહીં અને ત્યાં જે કરી રહ્યા છે તેનાથી કંઈ થશે નહીં.”

18 મહિના બાદ સ્ટેજ પર જોવા મળશે મોદી-નીતીશ, બિહારમાં NDA સરકાર આવ્યા બાદ PMની પહેલી મુલાકાત - Modi Nitish will be seen together on stage after 18 months, PM's first visit after

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષ બાદ ઔરંગાબાદ પહોંચ્યા છે. આ અવસર પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ પીએ મોદી સાથે સ્ટેજ શેર કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા સીએમ નીતિશ કુમારે કહ્યું કે આજે ખૂબ જ આનંદની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા બધાની વચ્ચે હાજર છે. ઔરંગબાદ મુલાકાત દરમ્યાન મંચ પર પીએમ મોદી અને નીતિશ કુમાર એકસાથે હતા. ત્યારે નીતીશ કુમારે પીએમ મોદીને સંબોધીને કહ્યું કે ‘ઘણું કામ ચાલી રહ્યું છે, તે ઝડપથી પૂર્ણ કરી લેશો’ તો પીએમ મોદી હસવા લાગ્યા. સીએમ નીતિશ કુમારે કહ્યું કે તમે જાણો છો કે દરભંગામાં નવી ફોર લેન બનાવવી પડશે. દાનાપુર બિહટા વચ્ચે ચોર લેન એલિવેટેડ રોડની યોજના ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના નિર્માણ બાદ પટનાથી બિહતાની મુસાફરી ખૂબ જ સરળ બની જશે. બિહારના લોકોને આનો ફાયદો થશે. બિહારના વિકાસ માટે આ પ્રોજેક્ટ્સ ખૂબ જ ઉપયોગી છે. આ માટે હું પીએમ નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું.

નીતિશ કુમારે તાજેતરમાં મહાગઠબંધન સાથે સંબંધ તોડીને ભાજપ સાથે સરકાર બનાવી છે. તેમણે એક જ ટર્મમાં મુખ્યમંત્રી તરીકે બે વખત શપથ લીધા હોવાના અહેવાલ છે. પીએમ મોદીનો બિહાર પ્રવાસ લાંબા સમયથી નક્કી હતો. નીતીશ કુમારે કહ્યું, “અમે 2005 થી સાથે છીએ. અમે સતત કેટલું કામ કર્યું છે તેની ગણતરી કરીએ છીએ. અગાઉ, કોઈ કામ નહોતું થયું, ત્યાં જવાની જગ્યા નહોતી, કોઈ ભણતું નહોતું, પરંતુ અમે સાથે મળીને ત્યારથી બધા કામ થયા છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Cadila MD case/કેડીલા CMD રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસમાં યુવતી સમરી રીપોર્ટ સામે ઉઠાવી શકે છે વાંધો, કોર્ટ પાસે સમરી રીપોર્ટની માંગી કોપી

આ પણ વાંચો: Gujrat/નર્મદામાં ગાંજાનો ગેરકાયદેસર વેપાર, જથ્થા સાથે ઝડપાયો એક શખ્સ

આ પણ વાંચો:Ayodhya Dham/અયોધ્યા ધામમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, મંત્રીઓ સાથે રામલલ્લાના કર્યા દર્શન