Not Set/ સ્ટડી ટૂરનાં બહાને છોકરી સાથે જબરદસ્તી કરતા બિહારનાં ધારાસભ્ય

સ્ટડી ટૂર પર મણિપુર ગયેલા બિહારનાં ધારાસભ્યોની શરમજનક કરતૂતો સામે આવી છે. બિહારનાં ધારાસભ્ય અહી ભારત અને મ્યાંમાર સીમા પર સ્થિત શહેર મણિપુરનાં શહેર મોરેમાં સ્ટડી ટૂર પર ગયા હતા. પરંતુ અહીથી તેમની શરમજનક હરકતો દર્શાવતી ફોટો સામે આવી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ ધારાસભ્ય એક છોકરી સાથે જબરદસ્તી કરતા કેમેરામાં કેદ થઇ ગયા છે. તેટલુ […]

Top Stories India
Neta01 સ્ટડી ટૂરનાં બહાને છોકરી સાથે જબરદસ્તી કરતા બિહારનાં ધારાસભ્ય

સ્ટડી ટૂર પર મણિપુર ગયેલા બિહારનાં ધારાસભ્યોની શરમજનક કરતૂતો સામે આવી છે. બિહારનાં ધારાસભ્ય અહી ભારત અને મ્યાંમાર સીમા પર સ્થિત શહેર મણિપુરનાં શહેર મોરેમાં સ્ટડી ટૂર પર ગયા હતા. પરંતુ અહીથી તેમની શરમજનક હરકતો દર્શાવતી ફોટો સામે આવી છે. સુત્રોનાં જણાવ્યા મુજબ ધારાસભ્ય એક છોકરી સાથે જબરદસ્તી કરતા કેમેરામાં કેદ થઇ ગયા છે. તેટલુ જ નહી ધારાસભ્યની આ હરકતોનો વીડિયો પણ વાયરલ થઇ ગયો છે.

સ્થાનિક સમાચાર પત્ર ઇમ્ફાલ ટાઇમ્સે ધારાસભ્યની આ હરકતને લઇને સમાચાર પ્રકાશિત કર્યા છે. જે મુજબ ફોટોમાં દેખાઇ રહેલા ધારાસભ્ય છોકરીની સાથે ડાંસ કરતા તેને જબરદસ્તી ગળે લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફોટોમાં નજર આવી રહ્યુ છે કે, છોકરી ધારાસભ્યની આ હરકતનો વિરોધ કરતા વારંવાર તેમનો હાથ ઝાટકી રહી છે. ઉલ્લેખનીય છે કે, બિહારનાં ચાર ધારાસભ્યો 1 જૂને સ્ટડી ટૂર પર મણિપુર પહોચ્યા હતા. આ ટૂરમાં સત્તાધારી પાર્ટી સિવાય વિપક્ષી પાર્ટીનાં ધારાસભ્ય પણ જોવા મળ્યા હતા. આ ટૂરની વાત કરવામાં આવે તો ભારત સરકારની એક્ટ ઈસ્ટ ઈંન્ડિયાની પોલીસી હેઠળ વિકાસ કાર્યક્રમોનું નિરીક્ષણ કરવા માટે આયોજીત કરવામાં આવ્યુ હતુ.

સુત્રોનાં જણાવ્યા મુજબ, હજુ સુધી તે વાતને ખુલાસો નથી થયો કે, ધારાસભ્યની આ યાત્રા પર સરકારી તિજોરીમાંથી કેટલા પૈસા ખર્ચ કરવામા આવ્યા છે. પરંતુ હા ધારાસભ્ય છોકરીઓની સાથે ડાંસ કરતા અને જબરદસ્તી કરતા કેમેરામાં કેદ જરૂર થઇ ગયા છે. જો કે મંતવ્ય ન્યૂઝ આ ઘટનાની પુષ્ટી કરતુ નથી.

રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે કે આ પહેલીવાર નથી કે જ્યારે આ પ્રકારની કોઇ ઘટના સામે આવી હોય. આ પહેલા પણ આ પ્રકારની ઘટનાઓ બની છે. આ સમગ્ર ઘટનાનાં વીડિયો વાયરલ થતા બિહારની રાજનીતિમાં આવનારા દિવસોમાં ભૂકંપ આવે તો કોઇ નવાઇ નહી.