Not Set/ બિહારમાં બાળકોની મોતનો આંકડો થયો 138, CM પહોચ્યા હોસ્પિટલ, મંત્રીએ પૂછ્યુ કેટલો થયો સ્કોર

બિહારનાં મુઝફ્ફરપુરમાં છેલ્લા ઘણા દિવસોથી એક્યૂટ ઇંસેફેલાઇટિસ સિંડ઼્રોમ (એઈએસ) બાળકો પર કહેર વરસાવી રહ્યો છે. આ બિમારીનાં બાળકોની મોતનો આંકડો હવે 138 થઇ ગયો છે. હવે જઇને બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર નિંદરથી જાગ્યા છે. તેમણે આજે મંગળવારે એઈએસનાં બિમાર બાળકોને મળવા માટે મુઝ્ઝફરપુરનાં એચકેએમસીએચ હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે SKMCHમાં બાળકોની સારવાર વગેરેની વ્યવસ્થા પર એક […]

Top Stories India
pjimage 50 બિહારમાં બાળકોની મોતનો આંકડો થયો 138, CM પહોચ્યા હોસ્પિટલ, મંત્રીએ પૂછ્યુ કેટલો થયો સ્કોર

બિહારનાં મુઝફ્ફરપુરમાં છેલ્લા ઘણા દિવસોથી એક્યૂટ ઇંસેફેલાઇટિસ સિંડ઼્રોમ (એઈએસ) બાળકો પર કહેર વરસાવી રહ્યો છે. આ બિમારીનાં બાળકોની મોતનો આંકડો હવે 138 થઇ ગયો છે. હવે જઇને બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર નિંદરથી જાગ્યા છે. તેમણે આજે મંગળવારે એઈએસનાં બિમાર બાળકોને મળવા માટે મુઝ્ઝફરપુરનાં એચકેએમસીએચ હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે SKMCHમાં બાળકોની સારવાર વગેરેની વ્યવસ્થા પર એક નજર કરી.

 

બિહારમાં આ બિમારીનાં કારણે 390 કેસો સામે આવી ચુક્યા છે. જેમા મળી રહેલી માહિતી અનુસાર હાલમાં 138 બાળકો મોતને ભેટી ગયા છે. અહી સૌથી ચોંકાવનારી વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં બાળકોની મોત થઇ અને બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારને આજે મુલાકાત કરવાનો સમય મળ્યો. રાજ્ય સરકાર દ્વારા કેવા પગલા લેવાઇ રહ્યા છે તે બાળકોનાં મોતનાં આ આંકડા પરથી સમજી શકાય છે. આ પહેલા સોમવારે દિલ્હીથી પરત થયા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે ભીષણ ગરમીનાં કારણ લૂ અને એઈએસથી થઇ રહેલી બાળકોની મોતની સ્થિતિ પર ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની જાણકારી મુખ્ય સચિવ દીપક કુમારે પ્રેસ કોન્ફરંન્સમાં આપી. મુખ્ય સચિવે કહ્યુ કે, એઈએસથી પીડિત થયેલા દરેક બાળકોનાં ઘરે મંગળવારથી જ ટીમ જશે.

BiharEncephalitisoutbreakPTI 27660106 6 બિહારમાં બાળકોની મોતનો આંકડો થયો 138, CM પહોચ્યા હોસ્પિટલ, મંત્રીએ પૂછ્યુ કેટલો થયો સ્કોર

મુખ્યમંત્રી નીતિશ કુમારનાં આજે હોસ્પિટલ પહોચ્યા પહેલા સોમવારે બિહારનાં એક મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું નીતિશ કુમાર હોસ્પિટલની મુલાકાત લેશે તો તેમણે જવાબ આપ્યો, મુખ્યમંત્રી આ મુદ્દા પર નજર રાખી રહ્યા છે. શું જરૂરી છે? દર્દીઓની દેખરેખ રાખવી કે સારવાર કરવી અથવા અહીં મળવા આવવું?

મંત્રીએ પૂછ્યુ કેટલો થયો સ્કોર?

bihar hm mangal pandey asks for cricket score during health department meeting 730X365 બિહારમાં બાળકોની મોતનો આંકડો થયો 138, CM પહોચ્યા હોસ્પિટલ, મંત્રીએ પૂછ્યુ કેટલો થયો સ્કોર

બિહારમાં બાળકોની મોતનાં આંકડામાં ચોંકાવનારો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્શવર્ધને રવિવારે મુઝફ્ફરપુરની મુલાકાત કરી હતી. આ દરમિયાન કેન્દ્રિય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબે અને રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે પણ હાજર હતા. જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીએ મંત્રીઓને જણાવ્યુ કે, સ્થિતિનાં નિરિક્ષણ માટે ડૉક્ટરો અને સ્વાસ્થ્ય અધિકારીઓએ સ્થિતિની સમીક્ષા બેઠક કરી. આ દરમિયાન મંગલ પાંડે કોઇ અલગ મૂડમાં હોય તેવુ જોવા મળ્યુ હતુ. તેમનું ધ્યાન મેચમાં હતુ અને તેમણે પૂછ્યુ કે, હાલમાં સ્કોર શું થયો છો? તેમનો વીડિયો પણ વાયરલ થયો છે કે જેમા તે બેઠક દરમિયાન ક્રિકેટનો સ્કોર પૂછતા દેખાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.