Bihar/ સમસ્તીપુર-મુઝફ્ફરપુર રૂટ પર પૂજા સ્પેશિયલ ટ્રેન પાટા પરથી ઉતરી, હેલ્પલાઈન નંબર જાહેર

સમસ્તીપુર-મુઝફ્ફરપુર રેલ્વે બ્લોકના સિહો અને સિલૌટ વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. આ રેલ્વે દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થઈ નથી.

Top Stories India
teacher 3 સમસ્તીપુર-મુઝફ્ફરપુર રૂટ પર પૂજા સ્પેશિયલ ટ્રેન પાટા પરથી ઉતરી, હેલ્પલાઈન નંબર જાહેર

સમસ્તીપુર-મુઝફ્ફરપુર રેલ્વે બ્લોકના સિહો અને સિલૌટ વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. સમસ્તીપુર રેલ્વે વિભાગના ડીસીએમ પ્રસન્ના કુમારે જણાવ્યું કે આ રેલ્વે દુર્ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થઈ નથી. પૂજા સ્પેશિયલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ છે. તો બીજી બાજુ આ રૂટ પર સર્વિસ ખોરવાઈ હતી.

#CoronaUpdate / રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નોધાયા 1126 નવા કેસ……

બિહારના સોનપુર વિભાગના સમસ્તીપુર-મુઝફ્ફરપુર રેલ્વે બ્લોકના સિહો અને સિલૌટ વચ્ચે એક રેલ્વે અકસ્માત થયો છે. રેલ્વેની પૂજા સ્પેશિયલ ટ્રેનના બે ડબ્બા આજે (મંગળવારે)  પતા પરથી ખડી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ ટીમ અકસ્માત સ્થળે મોકલી દેવામાં આવી છે. જણાવી દઇએ કે આજથી 20 ઓક્ટોબરથી આ પૂજા વિશેષ ટ્રેન (05048) ગોરખપુરથી કોલકાતા જઇ રહી હતી.

deesa / બાળકીની ઘાતકી હત્યા મુદ્દે, સ્પેશ્યલ ટીમની રચના અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલા…

કહેવાય છે કે આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે ટ્રેન મુઝફ્ફરપુરથી સમસ્તીપુર તરફ જઈ રહી હતી. વળી, એવું પણ જાણવા મળ્યું છે કે પાટા પરથી ઉતરતી વખતે બોગીઓમાં આંચકો લાગતાં કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ પણ થઈ હતી.

Maharastra / રાજ્યપાલ કોશિયારીની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે પાઠવી નોટિસ…

દરમિયાન સમસ્તીપુર રેલ્વે વિભાગ દ્વારા પણ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. સમસ્તીપુર રેલ્વે વિભાગ મુજબ પૂજા સ્પેશિયલ ટ્રેન નંબર 05048 ને ટ્રેક પરથી સંબંધિત જાણકારી માટે હેલ્પલાઈન નંબર 06274232227 પર ફોન કરી શકાશે.

Diwali vacation / શિક્ષકો માટે સારા સમાચાર, હવે આટલા દિવસનું મળશે દિવાળી વેકેશન…

World / ફીજીમાં ચીનની દાદાગીરી, તાઇવાનના રાજદૂત ઘાયલ, તણાવ ચરમસીમાએ……

madhyapradesh: ઈમરતી દેવી અંગે કમલનાથની ટિપ્પણીથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું- મને આ પ્રકારની ભાષ…

Karnataka: રાજકીય ઉથલપાથલ? ભાજપના ધારાસભ્યનો દાવો – યેદિયુરપ્પાથી નારાજ છે વરિષ્ઠ નેત…