Not Set/ બિલ્કિસ બાનુ કેસ : સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારને 50 લાખ રૂપિયા વળતર આપવાનો આપ્યો આદેશ

નવી દિલ્હી :  સુપ્રિમ કોર્ટે આજે એક સંવેદનશીલ કેસમાં નિર્ણય આપ્યો છે. 2002નાં ગુજરાત દંગામાં પીડિત બિલ્કીસ બાનુને સુપ્રિમ કોર્ટે ન્યાય આપતા રાજ્ય સરકારને ફટકાર લગાવી છે સાથે બિલ્કીસ બાનુને રૂપિયા 50 લાખ વળતર આપવાનો આદેશ આપ્યો છે. મંગળવારનાં રોજ કોર્ટમાં ચાલી રહેલા બિલ્કીસ બાનુ કેસમાં એસસીએ ગુજરાત સરકારને કહ્યુ કે, નિયમોનુસાર બિલ્કીસ બાનુને એક સરકારી નોકરી […]

Ahmedabad Gujarat
Bilkis Bano Case બિલ્કિસ બાનુ કેસ : સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારને 50 લાખ રૂપિયા વળતર આપવાનો આપ્યો આદેશ

નવી દિલ્હી :  સુપ્રિમ કોર્ટે આજે એક સંવેદનશીલ કેસમાં નિર્ણય આપ્યો છે. 2002નાં ગુજરાત દંગામાં પીડિત બિલ્કીસ બાનુને સુપ્રિમ કોર્ટે ન્યાય આપતા રાજ્ય સરકારને ફટકાર લગાવી છે સાથે બિલ્કીસ બાનુને રૂપિયા 50 લાખ વળતર આપવાનો આદેશ આપ્યો છે.

મંગળવારનાં રોજ કોર્ટમાં ચાલી રહેલા બિલ્કીસ બાનુ કેસમાં એસસીએ ગુજરાત સરકારને કહ્યુ કે, નિયમોનુસાર બિલ્કીસ બાનુને એક સરકારી નોકરી અને રહેવા  માટે એક ઘરની વ્યવસ્થા કરવામાં આવે. તમને જણાવી દઇએ કે, 2002નાં ગુજરાત દંગામાં બિલ્કીસ બાનુનાં પરીવાર ઉપર 17 લોકોએ હુમલો કર્યો હતો. જેમા તેની બે વર્ષની બાળકીની ક્રૂર હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલામાં તેના પરીવારનાં કુલ 14 લોકોને મૌતને ભેટી દેવામાં આવ્યા હતા. બિલ્કીસ બાનુ તે સમયે 5 મહીનાની ગર્ભવતી હતી ત્યારે તેના પર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાત સરકારે તેને 5 લાખનાં વળતરનો પ્રસ્તાવ મુક્યો હતો, જેનો તેમણે અસ્વિકાર કર્યો હતો.