Not Set/ બિનસચિવાલય પરીક્ષા/ 17 તારીખે, પરીક્ષા પૂર્વે જ લીક થયું હતું પેપર, નોંધાવાઇ FIR

ગુજરાતભરમાં જે પરિક્ષા મામલે ભારે ઉહાપો જોવામાં આવ્યો અને બેકાર યુવકોએ નોકરીની શોધ છોડી આંદોલનની રાહ પકડી હતી તે બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલો માટો ખુલાસો સામે આવી રહ્યો છે. જી હા આ મામલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ગાંધીનગરનાં સેક્ટર-7 માં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  ફરિયાદ બીજા કોઇએ નહિં, […]

Top Stories Gujarat
બિનસચિવાલય પરીક્ષા/ 17 તારીખે, પરીક્ષા પૂર્વે જ લીક થયું હતું પેપર, નોંધાવાઇ FIR

ગુજરાતભરમાં જે પરિક્ષા મામલે ભારે ઉહાપો જોવામાં આવ્યો અને બેકાર યુવકોએ નોકરીની શોધ છોડી આંદોલનની રાહ પકડી હતી તે બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલો માટો ખુલાસો સામે આવી રહ્યો છે. જી હા આ મામલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. ગાંધીનગરનાં સેક્ટર-7 માં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  ફરિયાદ બીજા કોઇએ નહિં, પરંતુ ખુદ હસમુખ મોદીએ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાવનાર હસમુખ મોદી ગૌણ સેવા પસંદગીમંડળનાં સેક્રેટરી છે. ફરિયાદમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે, બિનસચિવાલય પરીક્ષાનું પેરપર 17 તારીખે એટલે કે, પરીક્ષા પૂર્વે લીક થયું હતુ.

આપને જણાવી દઇએ કે બિનસચિવાલયની પરિક્ષામાં ગેરરીતીનાં આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં પરિક્ષા રદ્દ જાહેર કરવા માટે આંદોલન છેડવામાં આવ્યું હતું અને ગાંધીનગર ખાતે રાજ્યભરનાં વિદ્યાર્થીઓએ એકત્રીત થઇ પ્રદર્શન અને ધરણા કર્યા હતા. સરકાર દ્વારા પરિક્ષા મામલે ગેરરીતીની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી અને SITના રિપોર્ટમાં પણ ગેરરીતીને પુષ્ટી આપવામાં આવતા, અંતે સરકાર દ્વારા બિનસચિવાયલની પરિક્ષાને રદ્દ જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા ત્યારે પણ જાહેરાત કરવામાં આવી હતી કે, આ મામલે કોઇ ગુનેગારને છોડવામાં નહી આવે અને તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.