Bird/ ઘંટીટાંકણો -કેટલું સુંદર નામ? ભુલાયજ નહિ, આ પક્ષી જુવો અને તરત યાદ આવી જાય…

ઘંટીટાંકણો એકપત્નીત્વ કે એકપતિત્વમાં માનતું એકમાત્ર પક્ષી, પરંતુ આ સંબંધ….

Trending Mantavya Vishesh
punjab 1 ઘંટીટાંકણો -કેટલું સુંદર નામ? ભુલાયજ નહિ, આ પક્ષી જુવો અને તરત યાદ આવી જાય...

ઘંટીટાંકણો / Hoopoe / हूद हूद
કદ: ૩૦ સેન્ટિમીટર/ ૧૨ ઇંચ.

પીંછાનો મુગટ, ઘંટીટાંકણો

@જગત કિનખાબવાલા, સ્પેરો મેન

ઘંટીટાંકણો રંગેરૂપે બહુ સુંદર પક્ષી છે અને તેના શોભાયમાન મુગટમાં મુગટના નાનાં પીંછા ધ્યાનઆકર્ષક ચાર ચાંદ ઉમેરી દે છે. તેની વણાંકવાળી લાંબી ચાંચ તેના શરીરની રચનામાં ફેલાવેલી કલગીને સપ્રમાણ હોવાના કારણે વધારે લાક્ષણિક દેખાવ આપે છે. મુખ્યત્વે ગુજરાતી ભાષામાં પક્ષીઓના પ્રાદેશિક નામ તેના દેખાવ, અવાજ અને તેના કાર્યશૈલી ઉપરથી પડેલા હોય છે. ઘંટીટાંકણો જયારે ચાંચનો ઉપયોગ કરે છે ત્યારે તેની ચાંચ અનાજનો લોટ દળવાની ઘંટી હોય તેને ટીપવા માટે વપરાતાં ટાંકણા જેવો દેખાય છે અને માટે તેનું નામ ઘંટીટાંકણો પડેલું છે. કેટલું સુંદર નામ? ભુલાયજ નહિ, આ પક્ષી જુવો અને તરત યાદ આવી જાય. આવીજ રીતે તેનું ઈંગ્લીશ નામ હૂપો પાડવાનું કારણ તેનો અવાજ છે. એ બોલે ત્યારે હૂ….પો, હૂ….પો, હૂ….પો માટે તેનું નામ ઈંગ્લીશ Hoopoe અને બીજો અવાજ કાઢે હૂડ, હૂડ, હૂડ માટે હિંદીમાં તેને हूद हूद કહે છે. આ પક્ષી પોતાની સલામતી માટે વિશિષ્ટ રીતે બોલે છે, મોઢું આમતેમ ફેરવીને બોલે માટે તે ચોક્કસ કઈ દિશામાં છે તે અવાજની દિશા ન પકડાય અને શિકારી ભ્રમિત થાય. જોકે તેનું બોલવાનું ધીમું હોય છે અને ઓછું બોલે જાણેકે મૂંગું હોય!

jagat kinkhabwala ઘંટીટાંકણો -કેટલું સુંદર નામ? ભુલાયજ નહિ, આ પક્ષી જુવો અને તરત યાદ આવી જાય...

ભારતવર્ષ, એશિયા, યુરોપ, મડાગાસ્કર, ઉત્તર આફ્રિકા અને ઉત્તરીય સહારાના કેટલાક પ્રદેશમાં તેઓ જોવા મળે છે. જ્યારે ભારતમાં ચોમાસું ઉતરે ત્યારે હિમાલયથી પુરા ભારતવર્ષમાં વહેંચાઈ જાય છે. તેઓ ખુલ્લો અને આછી ઝાડી વાળો વિસ્તાર વધારે પસંદ કરે છે. ખોરાકની શોધમાં એકલું ફરતું હોય છે પણ જ્યારે વધારે અનુકૂળ જગ્યાએ તેઓ એક કરતાં વધારે પણ જોવા મળે. માળા માટે તેઓ ઘાસ વાળો પ્રદેશ તેમજ વૃક્ષના થડની બખોલ, કાણાં પડી શકાય તેવાં સીધા અને ઉભા માટીના ટેકરા, સૂકા ઘાસનાં ટેકરા જેવી જગ્યાઓ પસંદ કરે છે. આ પક્ષીઓને એવી કેવી રીતે ખબર પડતી હશે કે હિમાલયથી ક્યારે ઉડીને, કયા રસ્તે થઈને જેતે પ્રદેશની કઈ જગ્યાએ વરસોવરસ ચોમાસુ ઉતરે ત્યારે જવાનું છે! હિમાલયની ૨૧૦૦૦ ફૂટની ઊંચાઈએ પર્વતરોહકના સમૂહે તેમને જોયેલા છે અને ભારતના પશ્ચિમ ઘાટમાં તેમજ શ્રીલંકામાં ચોમાસામાં તેમની હિલચાલ વધારે જોવા મળે છે. ગજબની લાજવાબ આ જીવ શ્રુષ્ટિની વિવિધ રચનાઓ રચનારાએ રચી છે. હવે ખેતરાળ પ્રદેશ ઓછા થતાં હોઈ તેમજ શિકારનો ભોગ બનતા હોઈ તેમની વસ્તી ઉપર વિપરીત અસર થઇ છે અને સંખ્યાબળ ઘટતું જાય છે જે ચિંતાનો વિષય છે.

punjab 2 ઘંટીટાંકણો -કેટલું સુંદર નામ? ભુલાયજ નહિ, આ પક્ષી જુવો અને તરત યાદ આવી જાય...

જાણે ખુમારી બતાવતું હોય તેવી રીતે મસ્તક ઊંચું કરીને, પાંખો ફેલાવીને અને પૂંછડી જમીન તરફ નીચી કરીને સૂર્યપ્રકાશમાં સૂર્યસ્નાન કરે છે. અને નાનાં ટાબારિયાની જેમ માટી અને ધૂળમાં શરીર રગદોળીને સ્નાન કરવાની મઝા લૂંટતા જોવાનો આનંદ આપણને પણ અનેરો આવે!

મુખ્યત્વે ખોરાકમાં તેની આગવી ચાંચનો ઉપયોગ કરી જમીન અને ઘાસમાંથી જીવડાંની જયાફત નિયમિત રીતે ઉડાવે છે. ક્યારેક નાનાં સાપ, દેડકાં અને ગરોળી વગેરે પણ આરોગી જાય છે તેમજ ઠળિયા વિનાના ફળ (berries) ખાવાની પણ તેમને મઝા પડે છે. જીવાત ખાવા માટે તેની ચાંચનો ઉપયોગ કરતાં જુવો ત્યારે ઘંટીનો ટાંકણો અચૂક યાદ આવે. તેની ખુબ લાંબીલચક ચાંચનો ઉપયોગ છેક જમીનની અંદર સુધી ખૂંપાવીને કરે છે અને સાથે સાથે માટી ખોદવાની સરળતા માટે પગનો પણ સહારો લે છે. પથ્થરોના ઢગલાંની ઊંડાણમાં તેની ચાંચ નાખીને જીવડા ખેંચીને ખાઈ લે છે અને તેવીજ રીતે ઘાસનાં ઢગલામાંથી અંદર ઊંડે ચાંચ નાખીને જીવડા ખાઈ લે છે. તેઓ ઈંડા મુક્યા બાદ તેમજ ઠંડીમાં સ્થળાંતર કર્યા બાદ પણ જુના પીંછા ખંખેરવાનું કામ ચાલુ રાખે છે.

punjab 3 ઘંટીટાંકણો -કેટલું સુંદર નામ? ભુલાયજ નહિ, આ પક્ષી જુવો અને તરત યાદ આવી જાય...

ઘંટીટાંકણો મુખ્યત્વે એકપત્નીત્વ કે એકપતિત્વ, એટલેકે એકવિધ સંબંધમાં માને છે પરંતુ આ સંબંધ એક ઋતુ માટે સાચવે છે. પોતાના વિસ્તારમાં પ્રભુત્વ માટે બીજા આવેલા કે આવવાનો પ્રયત્ન કરતાં પોતાના જાતભાઈને પાછળ પડીને ભગાડે છે. આવા સમયે ધારદાર ચાંચનો ઉપયોગ કરી બીજાને લોહીલુહાણ પણ કરી દે અને જીવ પણ લઇ લે તેવો પ્રભુત્વવાળો મિજાજ રાખે છે. આશરે ૪.૫ ગ્રામ વજનના ૪ જેટલાં ગોળાકાળ ઈંડા મૂકી શકે છે જે દુધાળા વાદળી રંગના દેખાવડાં હોય છે પણ તેનાં માળામાં સમય સાથે તેનો રંગ ઝાખો પડીને ઉડી પણ જાય છે.

punjab 5 ઘંટીટાંકણો -કેટલું સુંદર નામ? ભુલાયજ નહિ, આ પક્ષી જુવો અને તરત યાદ આવી જાય...

ઘંટીટાંકણો રંગે ઉજળો બદામી હોય અને પીઠ અને પાંખ ઉપર ઝીબ્રા પ્રાણી જેવા કાળા ધોળા પટ્ટા હોય છે. તેમનું ગળું તેમજ છાતી આછા બદામી હોય છે. તેની નજાકત ભરી લાંબી અને કાળી ચાંચ કોમળ દેખાય છે પણ તે પોતાના ઉપયોગ માટે સક્ષમ હોય છે. તેનાં માથે અતિ સુંદર કલગી હોય છે જે ઉઘાડબંધ થઇ શકે છે જે ઢળેલી હોય ત્યારે જાણે બીજી વાંકી ચાંચ હોય તેવો આભાસ ઉભો કરે છે. કલગીને ફેલાવે ત્યારે ત્યારે નયનરમ્ય રીતે પંખાકાર ખુલે. તેને પગ ટૂંકા હોય છે જે ચાલવા માટે અનુકૂળ હોય આને દોડે ત્યારે ઉતાવળે દોડતું હોય તેમ દડવડ દડવડ દોડે છે તેવું લાગે અને થોડુંક દોડીને જીવડાં ખાવા રોકાય. નર અને માદા બંને દેખાવે સરખા હોય છે.

Image result for hoope

ઈંડાને શિકારી પક્ષીઓથી બચાવવા માટે કુદરતે તેમને એક વિશિષ્ટ લાક્ષણિકતા આપી છે. પોતાના શરીરમાંથી એક સડેલા માંસ જેવો દુર્ગંધયુક્ત વાયુ છોડે છે જેનાથી નાનાં જીવજંતુ અને પક્ષીઓ પણ દૂર રહે છે અને આવી વાસ જ્યાં સુધી બચ્ચા ઉડતા થાય ત્યાં સુધી રાખે છે અને બચ્ચાને બચાવે છે. આશરે ૬ દિવસના નાનાં બચ્ચા પણ બહાદુરીથી પોતાની ચાંચનો ઉપયોગ શિકારી પક્ષીને દૂર રાખવા માટે કરે છે. ઈંડાને સેવવાનું કામ ૧૫ થી ૧૮ દિવસ માદા સંભાળે છે અને ઈંડાની રખેવાળીનું કામ માદા સંભાળે છે અને નર તે દરમ્યાન માદાને ખોરાક લાવીને પૂરો પાડે છે. ૨૮ – ૨૯ દિવસમાં બચ્ચા ઉડતા થાય છે અને લગભગ તેમાંના ૨૦ દિવસ થાય તેટલે માદા પણ ખોરાક માટે બહાર જતી થાય છે.

Image result for hoope

લોકકથાઓ અને ધર્મમાં પણ તેમના વિષે આગવું અને સન્માનનીય સ્થાન છે તેમજ બગીચા અને ખેતરમાંથી નુકસાન કારક જીવજંતુ ખાઈ જતાં હોઈ માણસ પણ આ દેખાવડા પક્ષીને પ્રેમથી જુવે છે અને જીવાતને ચણવાં દે છે. ક્યારેક કેટલાક લોકો અંધશ્રદ્ધામાં તેમનો બાલી પણ ચઢાવે છે અને આમ શહીદી વોહરે છે.

punjab 4 ઘંટીટાંકણો -કેટલું સુંદર નામ? ભુલાયજ નહિ, આ પક્ષી જુવો અને તરત યાદ આવી જાય...

(ફોટો સહયોગ:  જીતેન શાહ,  દિપક પરીખ અને સેજલ શાહ ડેનિયલ)

આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ
સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve