Not Set/ BJP અધ્યક્ષ જે.પી.નડ્ડા જશે બિહાર, આવતીકાલે ગયાના ગાંધી મેદાન ખાતે વિશાળ રેલીને કરશે સંબોધન

  બિહાર વિધાનસભાની ચૂંટણીના પગલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા રવિવારે બિહારની મુલાકાત લેશે. નડ્ડા પહેલા પટના પહોંચશે જ્યાં પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ તે સાડા દસ વાગ્યે પટનાના પ્રખ્યાત હનુમાન મંદિરમાં પ્રાર્થના કરશે. આ પછી, તેઓ 11: 15 વાગ્યે જય પ્રકાશ નારાયણની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરશે અને ત્યારબાદ ગયા માટે […]

Uncategorized
8c115790441e5149dead5800f107ccc8 1 BJP અધ્યક્ષ જે.પી.નડ્ડા જશે બિહાર, આવતીકાલે ગયાના ગાંધી મેદાન ખાતે વિશાળ રેલીને કરશે સંબોધન
 

બિહાર વિધાનસભાની ચૂંટણીના પગલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા રવિવારે બિહારની મુલાકાત લેશે. નડ્ડા પહેલા પટના પહોંચશે જ્યાં પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ તે સાડા દસ વાગ્યે પટનાના પ્રખ્યાત હનુમાન મંદિરમાં પ્રાર્થના કરશે. આ પછી, તેઓ 11: 15 વાગ્યે જય પ્રકાશ નારાયણની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરશે અને ત્યારબાદ ગયા માટે રવાના થશે.

નડ્ડા બપોરે 2 વાગ્યે ગાંધી મેદાન ખાતે વિશાળ સભાને સંબોધન કરશે. સાંજે 5:30 કલાકે, પટનાના અટલ ઓડિટોરિયમમાં પાર્ટીના નેતાઓને મળશે. અને ત્યારબાદ સાંજે 6: 45 કલાકે ચૂંટણી મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં ભાગ લેશે.  જણાવી દઇએ કે બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 માં ભાજપને 121 બેઠકો મળી છે જેમાંથી પાર્ટી સાહનીને 11 બેઠકો આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.