Not Set/ ભાજપના કાર્યકર્તાઓએ પકડ્યું ‘આપ’નું ઝાડુ કહ્યું ભાજપમાં અમારી વ્યથા સાંભળનાર કોઈ નથી

છેલ્લા એક મહિનામાં લગભગ 1000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે જે જોતાં એવું જણાઈ આવે છે કે સુરત શહેર ભાજપ પ્રમુખની કાર્યકર્તાઓ પરની પકડ કંઈક અંશે ઢીલી સાબિત થઈ રહી છે.

Top Stories
ઉદ્ધવ ઠાકરે 2 ભાજપના કાર્યકર્તાઓએ પકડ્યું 'આપ'નું ઝાડુ કહ્યું ભાજપમાં અમારી વ્યથા સાંભળનાર કોઈ નથી

ભાજપ માંથી આમ આદમી પાર્ટીમાં જોડાવાનો સિલસિલો સુરત માં યથાવત છે, આજે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અડાજણ વિસ્તારના ભાજપના 300 થી વધુ કાર્યકર્તાઓને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીયાની હાજરીમાં વિધિવત પ્રવેશ અપાયો હતો.

વર્ષોથી ભાજપ સાથે રહેલા કાર્યકર્તાઓ પોતાના વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવતું હોવાને કારણે આપમાં જોડાયા હોવાનું કહી રહ્યા છે, તેમના વિસ્તારમાં લગભગ 25 વર્ષ થી ભાજપના જ ઉમેદવારો જીતીને આવે છે છતાં પણ રોડ રસ્તા, ગટરની સમસ્યા અંગે વારંવારની રજુઆત છતાં ભાજપના હોદ્દેદારો દ્વારા તેમની રજુઆત સાંભળવામાં નથી આવી રહી, જેને પગલે કાર્યકર્તાઓ એ આમ આદમી પાર્ટીનું ઝાડું પકડવાનું નક્કી કર્યું.

આમ તો અડાજણ એ ભારતીય જનતા પાર્ટી નો ગઢ ગણાય છે, સુરત મનપા ના હાલ ના મેયર નો પણ આજ વિસ્તાર છે, પરંતુ આજે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આપ માં જોડાતા સુરત મહાનગર ભાજપ સંગઠન માં ખળભળાટ મચી ગયો છે, અંદરની માહિતી મુજબ કેટલાક અન્ય કાર્યકરો પણ આજે ગોપાલ ઇટલીયાની હાજરીમાં આપમાં જોડાવા કાલળ સાંજ સુધી તૈયાર હતાં પરંતુ ભાજપના દબાણને કારણે તેઓ આજે પ્રવેશોત્સવ માં આવ્યા ન હતાં.

સુરત શહેરમાં થી છેલ્લા એક મહિનામાં લગભગ 1000 જેટલા ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે જે જોતાં એવું જણાઈ આવે છે કે સુરત શહેર ભાજપ પ્રમુખની કાર્યકર્તાઓ પરની પકડ કંઈક અંશે ઢીલી સાબિત થઈ રહી છે. તો બીજી બાજુ સુરત મનપાની ચૂંટણી બાદ ભાજપના જે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે તેમને પાછા લાવવાના પણ કોઈ પ્રયાસો સુરત ભાજપ દ્વારા કરવામાં નથી આવ્યા.