Not Set/ ભાજપનાં સાથી પક્ષે અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનાં ભાઈને ફાલ્ટન બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતાર્યો

ભારતીય જનતા પાર્ટીની સહયોગી રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનાં ભાઈને ટિકિટ આપી છે. છોટા રાજન ના ભાઈ દિપક નિખાલજેએ મહારાષ્ટ્રની 6 બેઠકો પર ત્રણ વખત ચૂંટણી લડી છે કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઈ) એ ડોન છોટા રાજનનાં ભાઈને તેનો ઉમેદવાર બનાવ્યો છે. દીપક નિખાલજેને સાતારાની ફાલ્ટન બેઠક […]

Top Stories India
છોટા રાજન 1 ભાજપનાં સાથી પક્ષે અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનાં ભાઈને ફાલ્ટન બેઠક પરથી ચૂંટણી જંગમાં ઉતાર્યો

ભારતીય જનતા પાર્ટીની સહયોગી રીપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનાં ભાઈને ટિકિટ આપી છે. છોટા રાજન ના ભાઈ દિપક નિખાલજેએ મહારાષ્ટ્રની 6 બેઠકો પર ત્રણ વખત ચૂંટણી લડી છે

કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (આરપીઆઈ) એ ડોન છોટા રાજનનાં ભાઈને તેનો ઉમેદવાર બનાવ્યો છે. દીપક નિખાલજેને સાતારાની ફાલ્ટન બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. રામદાસ આઠવલેની પાર્ટી આરપીઆઈ એનડીએની મુખી સહયોગી પાર્ટી  છે.

મહારાષ્ટ્રમાં એનડીએ સહયોગી આરપીઆઈને 6 મળી છે. આરપીઆઈએ સાતારાના ફાલ્ટન, સોલાપુરના માલશીર, ભંડારા અને નાંદેડના નાઇગાંવ, પરભની પાઠારી અને શિવાજી નગરની માનખુર્દ બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

દિપક ચેમ્બુર બેઠક પરથી ત્રણ વખત ચૂંટણી લડ્યો હતો.

આ પહેલા દીપક નિખાલજેએ  ત્રણ વાર ચેમ્બુર બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ ત્રણે વાર ચૂંટણી હારી ગયો હતો. આ વખતે બેઠક શિવસેના પાસે ગઈ. આ પછી, દીપકને ફાલ્ટનથી મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. ડોન છોટા રાજન ફાલ્ટનનો રહેવાસી છે.

એનસીપીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું

દીપકને ટિકિટ આપવામાં આવતા,આ અંગે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું હતું કે પહેલા આતંકીઓને મેદાનમાં ઉતાર્યા હતા અને હવે તેઓ અન્ડરવર્લ્ડ ડોનના સંબંધીઓને મેદાનમાં ઉતારી રહ્યા છે. ભાજપનો અસલી ચહેરો ખુલ્લો પડી રહ્યો છે. ભાજપના સાથી પક્ષે અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનના ભાઈને ટિકિટ આપી છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.