Not Set/ ગાંધીનગર મેયરની ચૂંટણી હિંસક બની ,સભ્યો વચ્ચે મારામારી,હાઇકોર્ટમાં જાહેર થશે પરિણામ

ગાંધીનગર ગાંધીનગર કોર્પોરેશનની મેયર,ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી આજે લોહિયાળ બની હતી.ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યો હિંસક બન્યા હતા અને બંને વચ્ચે મારામારી થઇ હતી.કોર્પોરેટરોએ એકબીજા પર ખુરશી ફેંકી હતી. ગાંધીનગર કોર્પોરેશનમાં મેયરપદ માટે ભાજપના રીટા પટેલ અને કોંગ્રેસના પીંકી પટેલ રેસમાં હતા.32 સભ્યોની કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસ […]

Top Stories Gujarat
mantavya 46 ગાંધીનગર મેયરની ચૂંટણી હિંસક બની ,સભ્યો વચ્ચે મારામારી,હાઇકોર્ટમાં જાહેર થશે પરિણામ

ગાંધીનગર

ગાંધીનગર કોર્પોરેશનની મેયર,ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ચૂંટણી આજે લોહિયાળ બની હતી.ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયરની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના સભ્યો હિંસક બન્યા હતા અને બંને વચ્ચે મારામારી થઇ હતી.કોર્પોરેટરોએ એકબીજા પર ખુરશી ફેંકી હતી.

ગાંધીનગર કોર્પોરેશનમાં મેયરપદ માટે ભાજપના રીટા પટેલ અને કોંગ્રેસના પીંકી પટેલ રેસમાં હતા.32 સભ્યોની કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસ એક એક મતની રસાકસી વચ્ચે ગઇકાલે કોંગ્રેસના એક કોર્પોરેટર અંકિત પટેલ ગાયબ થઇ ગયા હતા.

મહાનગરપાલિકામાં બીજી ટર્મના મેયર સહિત હોદ્દેદારોની ધનતેરસે ચૂંટણી થવાની પૂર્વ સંધ્યાએ હાઇ વોલ્ટેજ ડ્રામા થયો હતો. પીઢ કોંગ્રેસી પરિવારના અને બે ટર્મથી કોર્પોરેટર પદ્દે ચૂંટાતા સભ્ય અંકિત અશ્વીનભાઇ બારોટ ચૂંટણીના આગલા દિવસે બપોર બાદ ગાયબ થઇ જતાં કોંગ્રેસ પક્ષમાં ભાગદોડ મચી ગઇ છે અને રાત્રે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડા સમગ્ર હવાલો સોંપવામાં આવ્યો હતો. ભાજપ- કોંગ્રેસ વચ્ચે બોલાચાલી ઉગ્ર થતા કોંગ્રેસના કોર્પોરેટરોએ ખુરશીઓ ઉછાળતા મામલો તંગ બન્યો હતો.

જોકે ઝપાઝપી અને હિંસાના દ્રશ્યો વચ્ચે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી સંપન્ન થઇ હતી.મેયરની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા પણ રજુ કર્યા હતા.ભાજપના સુત્રોએ જણાવ્યું હતું કે તેમને ઉમેદવાર રીટા પટેલને 16 મતો મળ્યા છે,જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પીંકી પટેલને 14 મતો મળ્યા છે.

ગુજરાત હાઇકોર્ટમાં જાહેર થશે પરિણામ

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોને સીલબંધ કવરમાં હાઇકોર્ટમાં રજુ કરવામાં આવશે તે પછી પરિણામો જાહેર થશે. આ ચૂંટણી સંદર્ભે પક્ષાંતર ધારાની વિવિધ જોગવાઇઓ અનુસાર ગુજરાત હાઇકોર્ટમાં પીટિશન કરવામાં આવી છે. તેથી ચૂંટણીના પરિણામ સીલબંધ કવરમાં રાખવામાં આવે અને કવર ૨૨મી નવેમ્બરની સુનાવણીમાં ખોલવામાં આવે તેવો નિર્દેશ હાઇકોર્ટે કર્યો છે. ગાંધીનગર પાલિકાની બે વર્ષ પહેલાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બન્નેને ૧૬-૧૬ બેઠક મળતા ટાઈ પડી હતી. કોંગ્રેસના કોર્પોરેટર પ્રવીણ પટેલે પક્ષાંતર કરતા ભાજપે ગાંધીનગર પાલિકા સર કરી હતી અને પ્રવીણ પટેલને મેયર બનાવવામાં આવ્યા હતા. આ મામલે કોંગ્રેસ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ હાઇકોર્ટમાં પક્ષાંતર ધારાની જોગવાઈઓ અનુસાર રિટ કરી હતી અન પ્રવીણ પટેલના સસ્પેન્શનની માગમી કરી હતી. કેસની સુનાવમી ચાલી રહી છે અને પ્રવીણ પટેલની ટર્મ પાંચમી નવેમ્બર પૂરી થઈ રહી છે. તેથી નવી ચૂંટણીના પરિણામો સીલબંધ કવરમાં પેક કરી હાઇકોર્ટની સુનાવણી દરમિયાન ખોલવાનો નિર્દેશ કરાયો છે.

કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ ગાયબ થયા

વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ જણાવ્યું કે તેમના સભ્ય અંકિત બારોટનું અપહરણ કરાયું છે. બીજી બાજુ રવિવારે અંકિત બારોટના પત્ની ભૂમિકાબેન સહિત પરિવારજનો કોંગ્રેસના આગેવાનો સાથે સેક્ટર 21 પોલીસ સ્ટેશન ફરિયાદ આપી હતી. આ પહેલા સવારે 11 વાગ્યાના અર  સામાં અંકિતે દુર્ગેશ ગઢવીને મેસેજ કર્યો હતો કે તેને કેતન અને ગિરિશ ઉર્ફે મગન પટેલ વાતચીતના બહાને તેમની સાથે વાવોલ બાજુ ક્યાંક લઇ ગયા છે.કિત બારોટને પહેલી ટર્મ વખતે પણ ત્રણ પૈકી એક હોદ્દાની ઓફર આપી પક્ષ પલ્ટો કરવા ભાજપના સભ્યો અને સંગઠનના માણસોએ ઓફર કર્યાની વાત ચર્ચા બની હતી.