Gujarat election 2022/ ટિકિટ માટે છેલ્લી ઘડી ના’છેડા’અડાડવા માટે ભાજપના દાવેદારો કરી રહ્યા છે ગાંધીનગરના આંટા ફેરા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર ફાઇનલ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે તયરે સત્તા પક્ષ ભાજપ માં ટિકિટ મેળવવા માટે ભારે રસાકસી જામી છે

Top Stories Gujarat
26 ટિકિટ માટે છેલ્લી ઘડી ના'છેડા'અડાડવા માટે ભાજપના દાવેદારો કરી રહ્યા છે ગાંધીનગરના આંટા ફેરા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર ફાઇનલ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે તયરે સત્તા પક્ષ ભાજપ માં ટિકિટ મેળવવા માટે ભારે રસાકસી જામી છે, તે સંજોગોમાં ટિકિટ પાક્કી કરવા માટે પૂર્વ મંત્રીઓ થી માંડી ને ચાલુ ધારાસભ્યો એ છેલ્લી ઘડી ના છેડા અડાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે,

રાજ્યમાં ફરી એક વખત જંગી બહુમતી સાથે જીતવા માટે કમર કસી રહેલા ભારતીય જનતા પક્ષ દ્વારા હવે તેના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પણ આખરી તબક્કામાં છે તે સમયે ગુજરાતનું પાટનગર ગાંધીનગર રાજકીય મેદાન બની ગયું છ, ભાજપના ટીકીટના દાવેદારો જિલ્લાથી લઇ દિલ્હી સુધી પોતાના ‘છેડા’ અડાડવા માટે નેતાઓ ના સંપર્ક કરી રહ્યા છે.

આ અગાઉ ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક કમલમ ખાતે મળી પરંતુ તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાત ભાજપના ચાણક્ય અમિત શાહ હાજર હોવાથી ભાજપના ‘અપેક્ષિત’ સિવાયના કોઇપણ નેતા કે કાર્યકર્તાને કમલમમાં પ્રવેશ અપાયો ન હતો,એટલું જ નહીં રજુઆત કરવા આવનારના માત્ર 15 મિનિટ જ આપવા માં આવી હતી, જેમાં કેટલાક વિવાદાસ્પદ નામો મામલે અમિત શાહે સીધી દરમિયાનગીરી કરતા રજુઆત કરનાર ને પરસેવો વળી ગયો

ગુજરાત ભાજપમાં પ્રથમ વખત 182 બેઠકો માટે 4000થી દાવેદારોએ પોતાના બાયોડેટા આપ્યા હતા જેમાં કેટલાક દાવેદારો કે જેમને ટિકિટ મેળવવા માટેની શંકા છે તેવા,દાવેદારોતો ચાર દિવસ થી ગાંધીનગર અને કમલમ ના આંટા ફેરા કરી રહ્યા છે તેઓ મંત્રીઓના બંગલામાં અને સર્કિટ હાઉસમાં તથા કેટલાક ખાસ રાજકીય નેતાઓના આવાસોમાં ચક્કર લગાવીને ટિકિટ માટે ભલામણો કરવામાં વ્યસ્ત બની ગયા છે, તો બીજી બાજુ ગુજરાતમાં ભાજપની ટિકિટ નો આખો તખ્તો દિલ્હી પહોંચી ગયો છે જ્યાંથી ફાઇનલ નામો જાહેર થઈ શકે છે.