Not Set/ ભાજપનો ભડકો/ ઈનામદાર ઈફેક્ટ..!! સાવલી નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્યોના પણ રાજીનામા

ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા વિખવાદ ને કેતન ઇનામદારના  રાજીનામાએ સપાટી પર લાવીને  મૂકી દીધો છે. વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિકાસના કામો ન થતાં હોવાના દાવા સાથે કેતન ઈનામદારે ધારાસભ્ય પદ અને પાર્ટી છોડી છે. તેઓ લાંબા સમયથી નારાજ હતા. તેમની સાથે માંજલપુરના યોગેશ પટેલ અને વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ […]

Gujarat Vadodara
સાવલી 2 ભાજપનો ભડકો/ ઈનામદાર ઈફેક્ટ..!! સાવલી નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્યોના પણ રાજીનામા

ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા વિખવાદ ને કેતન ઇનામદારના  રાજીનામાએ સપાટી પર લાવીને  મૂકી દીધો છે. વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. વિકાસના કામો ન થતાં હોવાના દાવા સાથે કેતન ઈનામદારે ધારાસભ્ય પદ અને પાર્ટી છોડી છે. તેઓ લાંબા સમયથી નારાજ હતા. તેમની સાથે માંજલપુરના યોગેશ પટેલ અને વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ પણ નારાજ હતા. પોતાના મતવિસ્તારમાં વિકાસના કામો નથી થતાં અને અધિકારીઓ તેમની વાત નથી સાંભળતા તેવો આરોપ ત્રણેય ધારાસભ્યોએ કર્યો હતો. જો કે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડેમેજ કંટ્રોલ કરી ત્રણેય ધારાસભ્યોને સમજાવ્યા હતા. પણ હવે આ ત્રણ પૈકીના એક એવા કેતન ઈનામદારે રાજીનામું આપી સૌને ચોંકાવી દીધા છે.

વડોદરામાં કેતન ઇનામદારના રાજીનામા બાદ રાજકારણ ગરમાયું છે. સાવલી નગરપાલિકાના 16થી વધુ ભાજપના સભ્યોએ રાજીનામાં આપી દીધા છે. નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિત 16થી વધુ સભ્યો પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. ધારાસભ્યની રજૂઆત સાંભળવામાં ન આવતા સભ્યોએ રાજીનામું આપ્યું છે.

માત્ર નગપાલિકા જ નહીં સાવલી તાલુકા પંચાયતના 17 સભ્યોએ પણ રાજીનામું ધરી દીધું છે. ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા સાથે એકસાથે નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં  એક સાથે આટલા રાજીનામાં  આપી દેતા ભાજપમાં અંદરનો વિખવાદ ખુલ્લો સપાટી પર આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.