રાજકીય/ કુંવરજી બાવળિયા ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષ કોના ચૂંટણી ચિન્હ ઉપર લડશે આગામી ચૂંટણી ?

 કુંવરજી 27 પ્રશ્નોએ ફરિયાદ સમિતિ બેઠકમાં અધિકારીઓને હચમચાવી મૂક્યા, કુંવરજીએ વિકાસના કામો અટકયા હોવાનો દાવો કર્યો હતો.

Top Stories Gujarat Rajkot
ભાજપ, કોંગ્રેસ કે પછી અપક્ષ કોના ચૂંટણી ચિન્હ ઉપર લડશે આગામી ચૂંટણી ?
  • કુંવરજીએ વિકાસના કામો અટકયાનો કર્યો દાવો
  • વિપક્ષના સભ્યની જેમ કુંવરજીએ પૂછ્યા પ્રશ્નો
  • આક્ષેપો સાથે કુંવરજીએ 27 પ્રશ્નો પૂછયા
  • પૂર્વ કેબિનેટ પ્રધાન છે કુંવરજી બાવળિયા
  • વિપક્ષના સભ્યની જેમ કુંવરજીએ પૂછ્યા પ્રશ્નો
  • આક્ષેપો સાથે કુંવરજીએ 27 પ્રશ્નો પૂછયા

આજરોજ શુક્રવારના દિવસે રાજકોટ જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. જેમાં ભાજપ સરકારના પૂર્વ  કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ભાગ લીધો  હતો. જો કે કુંવરજી બાવળિયાના આજેરોજ તીખા તેવર જોવા મળ્યા હતા. વિરોધ પક્ષની જેમ તેમણે તેમની જ સરકારના વહીવટી તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.  ફરિયાદ સમીતી ની બેઠક દરમિયાન પૂછાયેલ પ્રશ્નોમાંથી કુંવરજી બાવળિયાએ 27 પ્રશ્નો પૂછ્યા હતા. અને અધિકારીઓને ચોંકાવી દીધા હતા.

કુંવરજી  બાવળિયાએ આરોગ્ય, સિંચાઈ, શિક્ષણના પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેક્ટરે પ્રશ્નોના નિકાલ માટે અધિકારીઓને સૂચના આપી હતી.  અત્રે નોંધનીય છે કે, કુંવરજીએ વિકાસના કામો અટકયા હોવાનો દાવો કર્યો હતો. તો વિપક્ષના સભ્યની જેમ કુંવરજીએ આક્ષેપો સાથે કુંવરજીએ 27 પ્રશ્નો પૂછયા હતાં.

અત્રે નોંધનીય છે કે રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રીનું સ્થાન શોભાવતા કુંવરજી બાવળિયા ને મંત્રી મંડળના  વિસર્જન બાદ નવા મંત્રી મંડળમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું ના હતું. અને તેઓ તે તેનો ભારોભાર રંજ પણ છે. અને મોકો મળે ત્યારે પોતાના મનની વેદના ઠાલવતાં રહે છે.

મૂળે કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાયેલા કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી સાથે છેડો ફાડીને ભાજપમાં ભળી કેસરિયા કર્યા હતા. અને તેમણે તત્કાલીન રૂપાણી સરકાર દ્વારા સરકારમાં કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા હતા. કુંવરજી બાવળિયાનું કોળી સમાજ પર પ્રભુત્વ છે અને તેઓ 4 વખત ધારાસભ્ય અને પૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે.  જો કે મંત્રીપદ ગુમાવ્યા બાદ કુંવરજી બાવળિયા કંઈ બેઠક પરથી અને ક્યા પક્ષ તરફથી ચૂંટણી લડશે? તેને લઈને અનેક અટકળો થઈ રહી છે. જો કે આજે તેઓએ પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, તમે જસદણ બેઠકની ચિંતા ના કરો. હું જસદણથી જ ચૂંટણી લડવાનો છુ.

જે રીતે રૂપાણી સરકાર અને મંત્રી મંડળનું વિસર્જન કરી અને નવી સરકારનું ગઠન કરવામાં આવ્યું તેને જોતાં દૂરદૂર સુધી ભાજપ જૂન જોગીઓને ટિકિટ આપે તેવા એંધાણ વર્તાઇ રહ્યા નથી. ઉમર અથવા યેનકેન બહાના હેઠળ આગામી વિધાનસભામાં અનેક  ચાલુ ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે.

Gujarat / પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરાશે : જીતુ વાઘાણી

Surat / કોમ્બિંગ દરમિયાન તલવાર, રેમ્બો, છરા, ચપ્પુ જેવા ઘાતક હથિયાર મળી આવ્યા, શા માટે લોકો રાખી રહ્યા છે હથિયાર ?

Temple / છત્તીસગઢના આ મંદિરના દર્શન કરવાથી મળે છે ચાર ધામની યાત્રાનું ફળ, ભગવાનના 3 રૂપમાં દર્શન થાય છે

જ્યોતિષશાસ્ત્ર / 23 માર્ચ સુધી ગુરુ રહેશે અસ્ત, આ 4 રાશિઓએ રાખવી પડશે સાવધાની, અશુભ પરિણામથી બચવા આ ઉપાયો

Life Management / બહેરો વ્યક્તિ પહાડ ચઢવાની પ્રતિયોગીતા જીતી ગયો, તેની જીતનું કારણ જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા