મહેસાણા/ સતલાસણા તાલુકા પંચાયતમાં સત્તાની ખુરશી માટે ભાજપ-કોંગ્રેસ આમને-સામને

સતલાસણા તાલુકા પંચાયતમાં સત્તાની ખુરશી માટે ભાજપ-કોંગ્રેસ આમને-સામને

Gujarat Others Trending
womens day 4 સતલાસણા તાલુકા પંચાયતમાં સત્તાની ખુરશી માટે ભાજપ-કોંગ્રેસ આમને-સામને

ગુજરાત રાજ્યમાં હાલમાંજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ છે. જેમાં ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. માનપા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે બહુ જુજ બેઠકો આવી છે. તેમાં પણ સત્તા માટે ભાજપ મરણીયા પ્રયાસો હાથ ધર્યા છે.

વાત કરીએ મહેસાણા જીલ્લાના સતલાસણા તાલુકાની તો અહીં તાલુકા પંચાયતની કુલ 16 બેઠક હતી. જેમાં કોંગ્રેસને ફાળે 8 બેઠક, 7 બેઠક ભાજપને અને એક બેઠકમાં અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.

હવે અહીં સત્તા માટે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને આવી ગયા છે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહના જણાવ્યાનુસાર ભાજપ દ્વારા તાલુકા પંચાયતમાં સત્તા  માટે હવે અપક્ષ અથવા કોંગ્રેસને તોડવા હાથ ધરી છે.

ત્યારે કોંગ્રેસના સભ્યોને અજ્ઞાતસ્થળે રખાયાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર પણ તાલુકામાં કોંગ્રેસની સત્તા માટે રાજકીય રણનીતિ અને દાવપેચ કામે લગાડી રહ્યા છે.

ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ચાલી રહેલા ખુરશીના આ જંગમાં કોણ સત્તાનો તાજ પહેરશે એ તો સમય જ કહેશે.